Site icon Revoi.in

અમદાવાદમાં વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા 1472 કોન્સ્ટેબલોની સાગમટે બદલીઓ

Social Share

અમદાવાદઃ શહેરના પાલીસ કમિશનરે વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 વર્ષથી ફરજ બજાવતા 1472 જેટલાં પોલીસ કોન્સ્ટેબલોની સાગમટે બદલીઓ કરી છે. જેમાં કેટલાક કોન્ટેબલો પસંદગીના પોલીસ સ્ટેશનમાં બદલી થતાં આનંદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક કોન્સ્ટેબલોની પોતાના ધરથી દુરના પોલીસ સ્ટેશનમાં બદલી થતાં કચવાટ પણ ઊભો થયો છે.

અમદાવાદ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલોની સાગમટે બદલીનો ગંજીફો ચિપાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી શહેરમાં એક જ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 1,472 કોન્સ્ટેબલની બદલી કરી દીધી છે. શહેર પોલીસ કમિશનરે જી.એસ મલિકે કરેલા હુકમ પ્રમાણે, શહેરમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરી નાખી છે. કમિશનરના હુકમ પત્રકમાં એવું પણ કહેવાયું છે કે સંબંધિતોએ કોઈપણ જાતનો ઊલટ પત્રવ્યવહાર કર્યા સિવાય બદલી થયેલા કર્મચારીઓએ સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થઈને પોલીસ કમિશનર કચેરીએ જાણ કરવાની રહેશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ઉચ્ચ અધિકારીઓની બદલીઓ થતી હોય છે. પણ આ વખતે પણ અધિકારીઓમાં બદલીઓનો દૌર ચાલ્યો છે, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં અચાનક પોલીસ કમિશનરે કરેલી બદલીઓથી પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી છે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે તાજેતરમાં એક પરિપત્ર કરીને શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડકાઈથી કામગીરી કરવા આદેશ કર્યો છે. તેમણે શહેરમાં કોઈપણ પોલીસકર્મી આ પ્રકારની કામગીરીમાં ઢીલાશ વર્તશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે એવી પણ પરિપત્રમાં જાણ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 વર્ષથી ફરજ બજાવતા 1472 જેટલાં પોલીસ કોન્સ્ટેબલોની સાગમટે બદલીઓ કરી છે. જેમાં કેટલાક કોન્ટેબલો પસંદગીના પોલીસ સ્ટેશનમાં બદલી થતાં આનંદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક કોન્સ્ટેબલોની પોતાના ધરથી દુરના પોલીસ સ્ટેશનમાં બદલી થતાં કચવાટ પણ ઊભો થયો છે.