અમદાવાદઃ મ્યુનિ, કમિશનરની સુચના બાદ શહેરમાં જાહેર રસ્તાઓ પરના દબાણો તેમજ ખાસ કરીને ખાદ્ય ચિજ-વસ્તુઓનું વેચાણ કરનારાને ત્યાં ગંદકી સામે ઝૂંબેશ હાથ દરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં નિકોલમાં શુકન ચાર રસ્તા પાસે આવેલા સૌંદર્ય વિલા કોમ્પ્લેક્સમાં પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.જેમાં સૌંદર્ય વિલા કોમ્પ્લેક્સમાં આવેલા પાન પાર્લર અને ખાણીપીણીની દુકાનો બહાર ચેકિંગ કરી કુલ 22 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા અઠવાડિયા દરમિયાન જાહેરમાં ગંદકી ફેલાવતા 155 એકમોને નોટિસ ફટકારી કુલ રૂપિયા 78,800 અને સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપનો ઉપયોગ કરતા 131 એકમો પાસેથી રૂપિયા 64,300નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. આમ કુલ 286 એકમોને નોટિસ આપી કુલ રૂપિયા 1.43 લાખનો વહીવટી ચાર્જ એએમસીએ વસૂલ કર્યો છે. દરમિયાન પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના પૂર્વ વિભાગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નિકોલમાં શુકન ચાર રસ્તા પાસે આવેલા સૌંદર્ય વિલા કોમ્પ્લેક્સમાં પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.જેમાં સૌંદર્ય વિલા કોમ્પ્લેક્સમાં આવેલા પાન પાર્લર અને ખાણીપીણીની દુકાનો બહાર ચેકિંગ કરી કુલ 22 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા.સોલીડ વેસ્ટ વિભાગની ઝૂંબેશથી ખાણી-પીણીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, એએમસી દ્વારા પશ્વિમ વિભાગના વિસ્તારોમાં ખાણીપીણીની બજારમાં પણ ચેકિંગ કરવામાં આવશે. દુકાનો કે લારી-ગલ્લા પાસે ગંદકી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓને પોતાના ધંધાના સ્થળે સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. (File photo)