Site icon Revoi.in

અમદાવાદમાં હવે ઘન કચરામાંથી 350 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે

Social Share

 અમદાવાદ:  શહેરમાં રોજબરોજ ચાર હજાર ઘન કચરો એકઠો થાય છે. ઘન કચરાના નિકાલનો પ્રશ્ન વિકટ બન્યો છે. ત્યારે એએમસીના સત્તાધિશોએ એક ખાનગી કંપની સાથે એમઓયુ કરીને કચરામાંથી 350 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો નિર્ણય લેવાયો છે. આમ છેલ્લા આઠ વર્ષથી ટલે ચડેલો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ હવે કાર્યરત થવા જઇ રહ્યો છે. પ્રતિ દિન શહેરમાં ઉત્પન્ન થતા કચરામાંથી એક હજાર મેટ્રીક ટન ઘન કચરાને બાળી તેમાંથી વીજ ઉત્પન્ન કરશે અને  મ્યુનિ. કોર્પોરેશન આવક ઉભી કરશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુ હતું કે, અમદાવાદ શહેરમાં પ્રતિ દિન 4 હજારથી વધુ ઘન કચરો ઉત્પન્ન થઇ રહ્યો છે. 4 હજાર ઘન કચરા પૈકી 1 હજાર ઘન કચરો ખાનગી કંપની આપવામાં આવશે. કંપની દ્વારા ઘન કચરાને બાળી તેમાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ અને પ્રતિ દિન 350 મેગા વોટ વિજળી ઉપ્તન્ન કરાશે. જેના પગલે કચરાનો યોગ્ય નિકાલ પણ થશે અને મોદી સરકારના વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટનો બળ મળશે. એક તરફ શહેરનો વ્યાપ વધ્યો છે અને કચરાની આવક પણ સતત વધી રહી છે. કચરાનો યોગ્ય નિકાલ કરાવો તે સૌથી મોટો પડકાર છે. બીજી તરફ સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યુ છે. ત્યારે અમદાવાદ અન્ય તમામ કેટેગરીમાં મોખરે રહે છે અને સૌથી વધુ પોઇન્ટ મળે છે. પરંતુ પીરાણા ખાતે એકત્ર થયેલા કચરાના પગલે સ્વચ્છતા સર્વેક્ષણમાં માર્ક્સ ઘટી જાય છે અને અહીં અમદાવાદને મોટું નુકશાન થાય છે. ત્યારે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત કંપની વીજ ઉપ્તન્નથી ફાયદો થશે.

વધુમાં  દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઇઝ ઇન્સીનરેશન ટેકનોલોજીની મદદથી બોઇલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઇન્સીનરેટ કરી 65 TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે 15 મેગા વોટ પ્રિત કલાક કેપેસીટીના ટર્બાઇન મારફતે 15 મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉપ્તન્ન કરવામાં આવશે. આમ કુલ 1 હજાર મેટ્રીક ટન કચરામાંથી દૈનિક ધોરણે 350 મેગા વોટ વિજળી ઉપ્તન્ન કરવામાં આવશે. જે પાવર ગ્રીડમાં સપ્લાય થશે.