1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 7 વર્ષ દરમિયાન સાબરમતી નદીમાં આપઘાત માટે પડેલા 375 લોકોને બચાવી લેવાયા

અમદાવાદમાં 7 વર્ષ દરમિયાન સાબરમતી નદીમાં આપઘાત માટે પડેલા 375 લોકોને બચાવી લેવાયા

0
Social Share

અમદાવાદઃ શહેરમાં આપઘાતના બનાવો વધી રહ્યા હતા. વર્ષો પહેલા શહેરના કાંકરિયા તળાવમાં વધુ લોકો આપઘાત કરતા હતા. પણ કાંકરિયા ફરતે રિડેવલોપ કરાયા બાદ ચોકી પહેરો ગોઠવવામાં આવતા આપઘાતના બનાવો ઘટી ગયા હતા હવે આપઘાત કરનારા માટે સાબરમતી નદી માનીતુ સ્થળ બની જતા તમામ બ્રીજ પર ઊચી જાળી ફીટ કરવામાં આવી છે. તેમજ રિવર ફ્રન્ટ પર ચોકી પહેરો ગોઠવવામાં આવ્યો છે. તમામ બ્રિજ પર લોખંડની જાળી લગાવ્યા બાદ રેસ્ક્યૂ કોલમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. સાબરમતિ નદી પર રીવરફ્રન્ટ તૈયાર થયા બાદ લોકો માટે ફરવા અને મોર્નિંગ વોકિંગ માટેની જગ્યા બની ગઈ છે. પરંતું નદીમાં કોઈ કારણોસર આપઘાત કરવા માટે પડવાના બનાવોના લીધે આ નદી શહેરની સુસાઈડ પોઈન્ટ પણ બની ગઈ હતી

શહેરના સાબરમતિ નદીમાં છેલ્લા સાત વર્ષમાં આપઘાત કરવા પડેલા 375 લોકોને રેસ્ક્યૂ ટીમે બચાવી લીધા છે. જ્યારે 1456 લોકોના મૃતદેહો પણ બહાર કાઢ્યાં છે. રિવરફ્રન્ટ બન્યા પછી સાબરમતિ નદીમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. એક સમયે વર્ષ 2018માં નદીમાં પડી જવાના રોજના 40થી વધુ કોલ રેસ્ક્યૂ ટીમને મળતાં હતાં. જેના પગલે AMC દ્વારા નદીના તમામ બ્રિજ પર લોખંડની જાળી લગાવી દેવામાં આવી છે. આ જાળી લગાવ્યા બાદ રોજના 15 જેટલા રેસ્ક્યૂ કોલ મળ્યાં છે. એટલે કે રેસ્ક્યૂ કોલમાં ઘટાડો થયો છે.

અમદાવાદ ફાયર બ્રિગેડમાં 21 વર્ષથી ફરજ બજવતા જવાન ભરત મંગેલાએ સાબરમતી નદીમાં ડુબતા લોકો માટે દેવદૂત બન્યા છે. તેમણે છેલ્લા સાત વર્ષમાં 300થી વધુ લોકોને નદીમાં ડૂબતા બચાવ્યા છે. તેમનું કહેવું છે કે 2014 પહેલા જ્યારે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે નદીમાં પડી ડૂબવાની ઘટનાઓ બહુ બનતી હતી. તે સમયે એટલે કે 2014માં રિવર રેસ્ક્યુ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદની સાબરમતી નદીમાં બનતી આત્મહત્યાની કે નદીમાં અકસ્માતે પડી જવાથી ડૂબી જવાની ઘટનાઓમાં રેસ્ક્યુ વર્કમાં પણ ભરત મંગેલાની સરાહનીય કામગીરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code