1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મદદ માટે 800 બ્રીગેડની ભરતી કરાશે
અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મદદ માટે 800 બ્રીગેડની ભરતી કરાશે

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મદદ માટે 800 બ્રીગેડની ભરતી કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના માર્ગો પર વાહનોની સંખ્યા વધતા જાય છે. સાથે જ ટ્રાફિકજામની સમસ્યા પણ વધી રહી છે. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા ટ્રાફિક બિગ્રેડની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિક બ્રિગેડની ભરતીને લઈને કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસને દર માસે સારૂ કામ કરતા બ્રિગેડના જવાને ઇનામ પણ આપવામાં આવશે. અમદાવાદમા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી પ્રકીયા શરૂ કરી છે.

શહેર ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં વાહનોની સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ સતત વધી રહી છે. જેથી ટ્રાફિક બ્રિગેડના જવાનો ભરતી પ્રકિયા શરૂ કરાઈ છે. નવા 700 ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી માટે ઓનલાઈન અરજી કરવામા આવી છે. જેમા શારિરીક કસોટી માટે પુરુષ માટે 800 મીટર અને મહિલાઓ માટે 400 મીટરની દોડ રહેશે. ઉમર 18થી 35 નકકી કરવામા આવી છે. આ ભરતી પ્રકીયાને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી. શહેરમાં 1600 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે. ટ્રાફિક નિયમનમા સતત ફરજ બજાવતા જવાનોને લઘુતમ વેતનના પ્રશ્નોના ઉકેલ માટે પણ ટ્રાફિક ટ્ર્સ્ટ અને પોલીસે ચર્ચા કરી હતી. દર મહિને 9000 હજાર વેતનથી મોઘવારીમાં પરિવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ થતું હોવાની સમસ્યાથી ટ્રાફિક બ્રિગેડના જવાનો પીડાય છે. પરંતુ શિષ્ટના પાલન કરવાનુ હોવાથી તેઓ કોઈ રજૂઆત નહિ કરી શકતા હોવાનુ પણ જણાવે છે. ત્યારે ટ્રાફિક બ્રિગેડના પગારના પ્રશ્નોને દૂર કરવાની સાથે હવે પોલીસે ટ્રાફિક બ્રિગેડના જવાનનુ ફરજ પર પ્રોત્સાહન વધારવા દર મહિને સારી કામગીરીને લઈને પોલીસ કમિશ્નરના હસ્તે ભેટ આપવાની યોજના બનાવી છે. જે ટ્રાફિક બ્રિગેડના નિરાશ જવાનોને આશાનુ કિરણ બની શકશે. ટ્રાફિક બ્રિગેડની ભરતી પ્રકીયાને લઈને આજથી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code