1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં લગ્નના વરઘોડામાં આખલો દોડતો આવીને ઘૂંસી ગયો અને…
અમદાવાદમાં લગ્નના વરઘોડામાં આખલો દોડતો આવીને ઘૂંસી ગયો અને…

અમદાવાદમાં લગ્નના વરઘોડામાં આખલો દોડતો આવીને ઘૂંસી ગયો અને…

0
Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે તંત્ર પણ કાયમી કોઈ ઉકેલ લાવતી નથી. શહેરના સરખેજ નજીક વણઝર ખાતે જાનૈયાઓ વરરાજાને ઘોડા પર બેસાડીને ડીજેના તાલે ઝૂમતા લગ્ન માટે જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક જ એક આખલો વરઘોડા તરફ ધસી આવ્યો હતો. આ આખલાએ વરઘોડામાં 8થી 10 જાનૈયાઓને અડફેટે લીધા હતા. જો કે, સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ થઈ નહોતી.

અમદાવાદના સરખેજ વિસ્તારમાં જાનૈયાઓને અડફેટે લેવાની અને ગીર સોમનાથમાં આખલાએ અડફેટે લેતા વૃદ્ધાના મૃત્યુ મામલે ભાજપ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે,  મેં અગાઉ પણ  શહેરોમાં રખડતાં ઢોરને શહેર બહાર ખસેડી વસાવવા માટે  મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. પરંતુ આ સમસ્યાઓ હજી પણ છે ત્યારે  હું ફરીથી મુખ્યમંત્રીને રજૂઆત કરીશ. પાટીલે વધુમાં ઉમેર્યું કે, શહેરોમાં જ નહીં, પરંતુ ગામોમાં પણ આ સમસ્યા છે.

અમદાવાદ સહિત આઠેય મહાનગરો અને અન્ય નગરો તેમજ ગામોમાં રખડતાં ઢોરની સમસ્યા અત્યંત ચિંતાજનક રીતે વકરી રહી છે. આ સમસ્યાના નિકાલ માટે અગાઉ વિજય રૂપાણીન સરકારે અમદાવાદ સહિતના મહાનગરોમાંથી ઢોરઢાંખરને શહેરની સીમા બહાર વસાવવા માટે જમીન ફાળવવા સહિતની જાહેર કરેલી યોજનાને તંત્રએ અભરાઈએ ચડાવી દીધી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  અમદાવાદ કે ગીર સોમનાથ જ નહીં, પરંત વલસાડ, બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, વાપી, વડોદરા, ખેડા અને આણંદ જેવા વિસ્તારોમાં વિતેલા એક મહિનામાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. જેમાં સક્રિય પગલાંના અભાવે રોજરોજ નિર્દોષ નાગરિકો રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા  છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code