1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મંદિરો પાસે ગાયોના ટોળાં ઊભા રાખીને ઘાસ વેચનારા સામે પગલાં લેવાશે
અમદાવાદમાં મંદિરો પાસે ગાયોના ટોળાં ઊભા રાખીને ઘાસ વેચનારા સામે પગલાં લેવાશે

અમદાવાદમાં મંદિરો પાસે ગાયોના ટોળાં ઊભા રાખીને ઘાસ વેચનારા સામે પગલાં લેવાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મોટાભાગના મંદિરો પાસે લારીઓમાં ઘાસ વેચવાવાળા બેઠા હોય છે. અને તેની પાસે ગાયો ઊભી રાખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કર્યા બાદ ઘાસ ખરીદીને ગાયને ખવડાવતા હોય છે. તેના લીધે મોટી સંખ્યામાં ગાયો એકઠી થઈ જતી હોય છે. અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. ઉપરાંત ટ્રાફિક પણ જામ થયો હોય છે. શ્રદ્ધાનો મામલો હોવાથી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. પરંતું હવે અમદાવાદ મ્યુનિ. ભાજપે રખડતાં ઢોરની સમસ્યાને વધુ અગ્રતા આપતાં મંદિરો આસપાસ ઘાસચારો વેચવા ઉપર મનાઇ ફરમાવી દીધી છે.

અમદાવાદ મ્યુનિના મ્યુનિ.હેલ્થ કમિટીના સૂત્રોએ જમાવ્યું હતું કે, શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા ઉકેલવા માટે અનેકવિધ પગલાં લેવાઇ રહ્યાં છે. શ્રધ્ધાળુ અને સેવાભાવી નાગરિકો જાહેર માર્ગો ઉપર ઘાસચારો વેચતાં લારીવાળા પાસેથી ઘાસ ખરીદીને ઢોરને ખવડાવતાં હોય છે, તેનો ગેરલાભ લેવાય છે અને ઘાસચારા માટે રોડ ઉપર છુટા મુકાતાં ઢોર વાહનચાલકો તથા રાહદારીઓને હડફેટે લેતાં હોવાનાં અનેક કિસ્સા છે. શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા હલ કરવા માટે પોલીસ કમિશનરે પણ જાહેર માર્ગો ઉપર ઘાસચારો વેચવા ઉપર મનાઇ ફરમાવેલી છે, તેમજ બીપીએમસી એક્ટમાં પણ ઘાસચારો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવાની જોગવાઇ છે. કેટલાક વિસ્તારોમાં મંદિરો આસપાસ આવા ઘાસચારો વેચનારા શ્રદ્ધાળુઓની લાગણીનો લાભ લઇ ઘાસ વેચવાનો ધંધો કરતાં હોય છે અને તેમની આજુબાજુ રખડતાં ઢોરનો જમાવડો થાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હેલ્થ કમિટીએ સીએનસીડી ખાતાને મંદિરો આસપાસ ઘાસચારો વેચનારાને અટકાવવાની સૂચના આપવામાં આવી છે. રખડતાં ઢોર પકડવા માટે સીએનસીડી ખાતાની ટીમની સંખ્યા ઓછી હોવાનું કારણ આગળ ધરવામાં આવતું હોવાથી પાંચ ટીમ વધારીને 14 ટીમ બનાવવામાં આવી છે તેમ છતાં રોજનાં 50-60 ઢોર જ પકડાય છે તે જોતાં ખાતાની કામગીરી સંતોષકારક નથી તેવુ પુરવાર થઇ રહ્યું છે.

શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર આવેલાં પબ્લિક ટોયલેટ અને પે એન્ડ યુઝ ટોયલેટની સફાઇ બાબતે કોઇ જ નાગરિકને સંતોષ નથી, ગરીબ વર્ગ સિવાય અન્ય કોઇ નાગરિક મ્યુન.નાં પબ્લિક ટોયલેટ અને પે એન્ડ યુઝની મુલાકાત લેવાનું ઇચ્છતા નથી. આ બાબતે પણ હેલ્થ કમિટીમાં એવો આક્ષેપ થયો હતો કે, દર મહિને ૨૫ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે તેમ છતાં ટોયલેટ્સની સફાઇ થતી જ નથી અને લોકોને નાક દબાવીને પસાર થવું પડે તેવી દુર્ગંધ મારે છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code