અમદાવાદમાં બે મહિના પછી કોવિડ -19 કેસ ઘટ્યાં, 50થી નીચે કેસ નોંધાયાં
અમદાવાદઃ શહેરમાં કોવિડ-19 ના રોગ ની દૈનિક સંખ્યા 67 દિવસ પછી 50 થી નીચે આવી ગઈ છે, જે દર્શાવે છે કે નવા કેસમાં તીવ્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં 46 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોવિડ-19ના 116 નવા કેસ નોંધાયાં હતા. જ્યારે મંગળવારે 162 કેસ નોંધાયા હતા. રાજ્યમાં દૈનિક કોવિડ કેસોમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં એકમાત્ર કોવિડ મૃત્યુ નોંધાયું હતું. છેલ્લા કેટલાક સપ્તાહમાં શહેરમાં મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે.
કોરોના ના કેસ ઓછા થવાને કારણે લોકોમા રાહત જોવા મળે છે તાજેતરમાં જ સરકાર દ્વારા રાત્રિ કુરફૂ હટાવીને નિયંત્રણો પણ હળવા કર્યાં છે જેના કારણે ધંધા રોજગાર માં પણ એક તેજી જોવા મળી છે, શાળા કોલેજ પણ હવે સંપૂર્ણ રીતે ચાલુ થઈ ગઈ છે અને લોકો કોરોના ને ભૂલી પોતાની રોજીંદી જિંદગી જીવતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવાય પણ દેશમાં બધી જગ્યાએ કોરોનાના કેસ ઘટતા જોવા મળે છે જેનાથી સરકાર પણ રાહત અનુભવી રહી છે.
(Photo-File)