અમદાવાદઃ શકભાજીનું સારૂએવું ઉત્પાદન થતું હોવા છતાં લીલા શાકભાજીના ભાવો ઘટતા નથી. શાકભાજીના ધંધામાં મોટાભાગે વચેટિયાઓ કમાતા હોય છે. શાકભાજીના જથ્થાબંધ અને રિટેલ વેપારમાં ભાવમાં ડબલ તફાવત જોવા મળતો હોય છે. અમદાવાની APMCમાં શાકભાજીની આવક વધી છે. યાર્ડમાં મરચાનો 10 કિલોનો ઊંચો ભાવ 300 રૂપિયા જ્યારે નીચો ભાવ 100 રૂપિયા બોલાયો હતો. જ્યારે રીંગણાનો 10 કિલોનો ઊંચો ભાવ 500 રૂપિયા અને નીચો ભાવ 200 રૂપિયા બોલાયો હતો.
અમદાવાદ શહેરમાં આવેલા શાકભાજી માર્કેટમાં ફરીવાર વટાણા, લસણ, ચોળી વગેરેના ભાવમાં વધારો નોંધાયો છે. જ્યારે કાચા ટામેટા, દેશી બટાકા, કોબીજ સહિતની શાકભાજીના ભાવમાં થોડા ઘટાડો જોવા મળી રહ્યો છે. એપીએમસીના શાકભાજી માર્કેટમાં ગુરૂવારે વટાણા, લસણ અને ચોળીના ભાવમાં ભારે વધારો નોંધાયો હતો. જેમાં વટાણાનો 1 ક્વિન્ટલનો ઊંચો ભાવ 16,500 રૂપિયા અને નીચો ભાવ 14,000 રૂપિયા સુધી નોંધાયો હતો. જ્યારે સૂકા લસણનો 1 ક્વિન્ટલનો ઊંચો ભાવ 15,000 રૂપિયા અને નીચો ભાવ 8,000 રૂપિયા નોંધાયો હતો.. જ્યારે ચોળીનો ઊંચો ભાવ 11,000 રૂપિયા જ્યારે નીચો ભાવ 3500 રૂપિયા નોંધાયો હતો. APMCમાં આવતી અન્ય શાકભાજીની વાત કરીએ તો આદુનો 100 કિલોનો ઊંચો ભાવ 9,000 રૂપિયા જ્યારે નીચો ભાવ 7500 રૂપિયા નોંધાયો હતો. લીંબુનો 100 કિલોનો ઊંચો ભાવ 6000 રૂપિયા અને નીચો ભાવ 3000 રૂપિયા નોંધાયો હતો. તેમજ ગુવારના 100 કિલોનો ઊંચો ભાવ 8000 રૂપિયા અને નીચો ભાવ 2000 રૂપિયા બોલાયો છે. આ જથ્થાબંધના ભાવ છે. જ્યારે શાકભાજી ફેરિયા પાસે આવે ત્યારે ભાવ ડબલ થઈ જતો હોય છે.
APMCના સૂત્રોના જણાવ્યા મુજબ યાર્ડમાં આવતા મરચાનો 10 કિલોનો ઊંચો ભાવ 300 રૂપિયા જ્યારે નીચો ભાવ 100 રૂપિયા નોંધાયો હતો. રીંગણાનો 10 કિલોનો ઊંચો ભાવ 500 રૂપિયા અને નીચો ભાવ 200 રૂપિયા નોંધાયો હતો. તુરીયાનો 10 કિલોનો ઊંચો ભાવ 400 રૂપિયા જ્યારે નીચો ભાવ 150 રૂપિયા નોંધાયો હતો. ભીંડાનો 10 કિલોનો ઊંચો ભાવ 450 રૂપિયા અને નીચો ભાવ 200 રૂપિયા નોંધાયો હતો. જ્યારે દુધી 40 રૂપિયા પ્રતિ કિલોથી 15 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા 14 રૂપિયા પ્રતિ કિલોથી 6 રૂપિયા પ્રતિ કિલો, કારેલા 35 રૂપિયા પ્રતિ કિલોથી 12 રૂપિયા પ્રતિ કિલો, બટાકા 11 રૂપિયા પ્રતિ કિલોથી 7.5 રૂપિયા પ્રતિ કિલો, ગાજર 25 રૂપિયા પ્રતિ કિલોથી 13 રૂપિયા પ્રતિ કિલો અને કોબીજ 16 રૂપિયા પ્રતિ કિલોથી 10 રૂપિયા પ્રતિ કિલો સુધીનો ભાવ નોંધાયો હતો.