અમદાવાદમાં વરસાદી સીઝનને લીધે વકરી રહેલા રોગચાળાને ડામવા મ્યુનિ. દ્વારા મેડિકલ કેમ્પો યોજાયા
અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ બિમારીના ઘેર ઘેર દર્ધીઓ જોવા મળી રહ્યા છે. સરકારી અને મ્યુનિ.ની હોસ્પિટલો તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આથી શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 13 જેટલા અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ 6340 જેટલા લોકોએ લાભ લીધો હતો.મેડિકલ કેમ્પમાં સારવાર ઉપરાંત વિવિધ પ્રકારના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા કુલ 3326 જેટલા લોકોએ ટેસ્ટ પણ કરાવ્યા હતા. આ મેડિકલ કેમ્પમાં ગાયનેક, આંખ, કાન, નાક, ગળા, હાડકાં, ચામડી, સર્જરી સહિતના વિભાગના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં વરસાદી સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે. વરસાદ બાદ રોગચાળો વકરે નહીં તેને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના કુલ 13 જેટલા અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ 6340 જેટલા લોકોએ લાભ લીધો હતો.મેડિકલ કેમ્પમાં સારવાર ઉપરાંત વિવિધ પ્રકારના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા કુલ 3326 જેટલા લોકોએ ટેસ્ટ પણ કરાવ્યા હતા. આ મેડિકલ કેમ્પમાં ગાયનેક, આંખ, કાન, નાક, ગળા, હાડકાં, ચામડી, સર્જરી સહિતના વિભાગના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
આ મેડિકલ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટરના નિષ્ણાંત ફીઝીશીયન, ગાયનેકોલોજીસ્ટ, સ્કીન, પીડીયાટ્રીશીયન, ઓર્થોપેડીક, સર્જરી તથા આંખના નિષ્ણાંત(ઓપ્થોલમોલોજીસ્ટ) વગેરે તબીબો તથા હેલ્થ ખાતાના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા બાળરોગ, સ્ત્રી રોગ, જનરલ મેડિકલ ચેકઅપ, લેબોરેટરી તપાસ, થેલેસેમીયા મેજ૨માઈનોર અંગેની તપાસ, ઈલેકટ્રો કાર્ડીયોગ્રામ દ્વારા હૃદયરોગની તપાસ, નિદાન તથા સારવાર આપવામાં આવી હતી. આ મેગા મેડિકલ કેમ્પના તમામ દર્દીઓને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિના મૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પમાં સૌથી વધારે મેડિકલ સારવાર લેવા માટે કુલ 2370 લોકો આવ્યા હતા. બાળકો અને ગાયનેક વિભાગની સારવાર પણ વધુ કરવામાં આવી હતી. કેમ્પમાં લેબોરેટરી તપાસ કરાવવા માટે પણ લોકો આવ્યા હતા, જેમાં સૌથી વધારે હિમોગ્લોબીન, ડાયાબિટીસ અને મેલેરિયાના ટેસ્ટ કરાવ્યા હતા. કુલ 3326 જેટલા દર્દીઓએ ટેસ્ટ માટે આવ્યા હતા.
આ મેડિકલ કેમ્પમાં મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત અને હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા