અમદાવાદમાં બપોર બાદ પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
અમદાવાદઃ શહેરમાં સવારથી ભારે ઉકળાટ બાદ વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો હતો. અને બપોર બાદ મેઘરાજાનું આગમન થયુ હતુ. શહેરના એસજી હાઇવે, ગોતા, સોલા, સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, આશ્રમ રોડ, પાલડી, લાલ દરવાજા, જમાલપુર, વાડજ, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, નવા વાડજ, નારણપુરા, નિર્ણયનગર, RTO, સુભાષ બ્રિજ, બોપલ, એસજી સેટેલાઈટ, શિવરંજની, એલિસબ્રિજ, શાહપુર, ઘીકાંટા, પ્રહલાદનગર, શાહપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના એસજી હાઇવે, ગોતા, સોલા, સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, આશ્રમ રોડ, પાલડી, લાલ દરવાજા, જમાલપુર, વાડજ, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, નવા વાડજ, નારણપુરા, નિર્ણયનગર, RTO, સુભાષ બ્રિજ, બોપલ, એસજી સેટેલાઈટ, શિવરંજની, એલિસબ્રિજ, શાહપુર, ઘીકાંટા, પ્રહલાદનગર, શાહપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન ફૂંકાયો હતો. જો કે થોડો સમય વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી ત્યારે અમદાવાદમાં બપોર બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં જુલાઈમાં અત્યાર સુધી માત્ર 12 ઈંચ વરસાદ પડ્યો છે. ગત વર્ષે જુલાઈમાં 19 ઈંચ વરસાદ થયો હતો. જેની સરખામણીએ 7 ઈંચ ઓછો છે. શહેરમાં સિઝનના 35 ઈંચની સામે 14 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.