Site icon Revoi.in

અમદાવાદમાં બપોરના ટાણે ઘોઘમાર વરસાદથી વાહનચાલકો અટવાયા

Social Share

અમદાવાદઃ  શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે બપોરના ટાણે એક કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં શહેરના આંબાવાડી વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં એક ઇંચથી વધુ વરસાદમાં જ અનેક સોસાયટીમાં પાણી ભરાયા ગયા હતાં. શહેરના વસ્ત્રાપુર IIM બ્રિજ પાસે આવેલી બે સોસાયટીઓમાં જવાના રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ સોસાયટી પાસે જ એક કોફી બાર આવેલું છે. જેમાં આવેલા ગ્રાહકોને બોટ દ્વારા બહાર રોડ ઉપર લાવવામાં આવ્યા હતા. જેનો વિડિયો પણ સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો.

અમદાવાદ શહેરમાં લાંબી પ્રતિક્ષા બાદ આજે બપોરે વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. જેમાં શહેરના ગીતામંદિર, કાંકરિયા મણિનગર, જમાલપુર, એસટી, ખાડીયા, પાલડી, વાસણા, વેજલપુર, એલિસબ્રિજ, લો ગાર્ડન, ખમાસા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે રોડ પર વરસાદી પાણી વહેલાનું શરૂ થયું છે. જો વધુ વરસાદ ખાબકશે તો અનેક ગરનાળા અને અંડરપાસ બંધ કરાશે.

શહેરના આંબાવાડી વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં એક ઇંચથી વધુ વરસાદમાં જ અનેક સોસાયટીમાં પાણી ભરાયા ગયા હતાં. શહેરના વસ્ત્રાપુર IIM બ્રિજ પાસે આવેલી બે સોસાયટીઓમાં જવાના રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ સોસાયટી પાસે જ એક કોફી બાર આવેલું છે. જેમાં આવેલા ગ્રાહકોને બોટ દ્વારા બહાર રોડ ઉપર લાવવામાં આવ્યા હતા  બોટમાં લોકોને બેસાડી બહાર મુખ્ય રોડ સુધી લાવવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.  માત્ર એક ઇંચ જેટલા વરસાદમાં સોસાયટીઓની બહાર રોડ પર પાણી ભરાઈ જતા બોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ જગ્યા પર છેલ્લા ઘણા સમયથી પાણી ભરાય છે અને કોફી બાર પણ આવેલું છે. જેના કારણે ભારે વરસાદમાં પાણી ભરાય જાય તો કોફી બારમાં આવતા ગ્રાહકો અને લોકોને બોટમાં બેસાડી અને બહાર મુખ્ય રોડ સુધી લઈ જવામાં આવે છે. આજે બપોરે પણ ભારે વરસાદ પડ્યો હતો ત્યારે પાણી ભરાય જવાના કારણે લોકોને બોટ મારફતે બહાર લઈ જવામાં આવ્યા હતા.

ગુજરાતમાં આજે 27 તાલુકામાં બપોર સુધીમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા હવામાન વિભાગના જણાવ્યા મુજબ  આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતા છે, જેને કારણે આ બે દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, જેની સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે.

#AhmedabadRains #TrafficJams #HeavyRainfall #Monsoon2024 #FloodedStreets #AhmedabadWeather #RainySeason #UrbanFlooding #AhmedabadTraffic #IIMBridgeFlood #VastrapurRains #FloodedSocieties #MonsoonTroubles #AhmedabadUpdates #RainRescue #AhmedabadFlooding #RainyDayBlues #WeatherAlert #MonsoonChaos #AhmedabadCity #GujaratMonsoon #HeavyRainsAlert #RainyAhmedabad #RoadSafetyMonsoon #TrafficIssues