1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં લોકોની બેદરકારી, પાંચ જ દિવસમાં માસ્ક વિના ફરતાં 2317 લોકો દંડાયા
અમદાવાદમાં  લોકોની બેદરકારી, પાંચ જ દિવસમાં માસ્ક વિના ફરતાં 2317 લોકો દંડાયા

અમદાવાદમાં લોકોની બેદરકારી, પાંચ જ દિવસમાં માસ્ક વિના ફરતાં 2317 લોકો દંડાયા

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ શહેરના ઘણાબધા લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. માસ્ક પહેરતા નથી. કે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરતા નથી. ત્યારે રસ્તા પર બેદરકાર થઈને ફરતા લોકો સામે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં પોલીસ દ્વારા 2317 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. 5 દિવસમાં જાહેરનામાં ભંગના 485 ગુના નોંધાયા છે. જ્યારે 2317 માસ્ક વિના ફરતા પકડાયેલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂ ભંગના 381 જેટલા ગુના નોંધાયા છે. બીજી તરફ 31 ડિસેમ્બર પહેલાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 351 કેસ નોંધ્યાં છે. તે ઉપરાંત માસ્ક વિના ફરનારા લોકો પાસેથી પાંચ દિવસમાં 27.17 લાખ વસૂલવામાં આવ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં નવા વર્ષ પહેલાં જ ગુનાખોરી પર કંટ્રોલ કરવા અને અકસ્માતના બનાવો રોકવા માટે પોલીસે 8 દિવસ માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. શહેર અને ટ્રાફિક પોલીસે છેલ્લા પાંચ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 351 કેસો કરીને નશાખોરો પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ મેગા ડ્રાઈવ 25 ડીસેમ્બર 2021 થી શરૂ થઈ 1 જાન્યુઆરી,2022 સુધી ચાલશે. આ ડ્રાઈવના પાંચ દિવસ દરમિયાન શહેર કમિશનોરેટમાં સૌથી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ 69 કેસ ટ્રાફિક પોલીસે તેમજ ઝોન-6ના પોલીસ સ્ટેશનોએ 62 કેસ કર્યા છે.આ પ્રકારની ડ્રાઈવ યોજીને બેફામ બનેલા તત્વો પર અંકુશ મુકવા અને અકસ્માત નિવારવાનો પોલીસનો પ્રયાસ છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદમાં આજે 31મી ડિસેમ્બરે નવા વર્ષની પાર્ટીઓમાં લોકોની ભીડ ના જામે અને સરકારની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન ઘડી નાંખ્યો છે. સતત બે વર્ષથી કોરોનાના કારણે લોકો ઘરમાં હતાં ત્યારે આ વખતે વધુ છુટછાટો હોવાથી લોકો બેદરકાર બનીને ભેગા ના થાય તે માટે પોલીસ કડક વલણ અપનાવશે. 13 હજાર પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાશે. પાર્ટીના શંકાસ્પદ સ્થળે પેટ્રોલિંગ અને બંદોબસ્ત કરાશે. બીજી તરફ પીધેલા લોકોને પકડવા માટે બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ કરાશે. જેમાં કોરોનાનું સંક્રમણ ઘ્યાનમાં રાખીને વારંવાર નોઝલ બદલવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વ્યક્તિઓને ચેક કરવામાં આવશે. શહેરમાં રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીનો છે. આજે 31મી ડિસેમ્બરે રાત્રે આ સમયમાં કર્ફ્યૂની કડક પણે અમલવારી પણ કરવામાં આવશે. શહેરમાં 50 જેટલા નાકાબંધી પોઈન્ટ બનાવવામાં આવશે. પોલીસ રસ્તા પર બ્રેથ એનલાઈઝરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવનું કડકપણે પાલન કરાવશે. (file photo)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code