અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર વિશાલ નાયકને કોર્ટે 21 વર્ષની સજા ફરમાવી
- હત્યા અને ખંડણીના અનેક કેસમાં સંડોવણી
- અમદાવાદની સેશન્સ કોર્ટે સંભળાવ્યો ચુકાદો
- વર્ષ 2015માં ઉત્તરપ્રદેશથી કરાઈ હતી ધરપકડ
અમદાવાદઃ શહેરમાં હત્યા અને ખંડણીના અનેક કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને કોર્ટે કસુરવાર ઠરાવીને 21 વર્ષની આકરી સજા ફરમાવી છે. આ કેસમાં સરકારી વકીલે 50 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં હતા. વિશાલ ગોસ્વામીની સામે હત્યા અને ખંડણી સહિત અનેક કેસ નોંધાયેલા છે. અમદાવાદ પોલીસે ઓપરેશન હાથ ધરીને વિશાલની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી.
કેસની હકીકત અનુસાર વર્ષ 2015માં શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જાણીતા જ્વેલરી શો-રૂમના સંચાલક મહેશભાઈ રાણપરાને કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીએ ફોન કરીને રૂ. 50 લાખની પ્રોટેક્શન મનની માણી કરી હતી. 5મી માર્ચ 2015ના રોજ ફરીથી વિસાલ ગોસ્વામીએ ફોન કરીને નાણાની માંગણી કરીને ધમકી આપી હતી. જો કે, વેપારીએ પોન કાપી નાખ્યો હતો. જે બાદ મહેશભાઈના ઘર પાસે વિશાલના શાર્પશૂટર પહોંચ્યા હતા. તેમજ ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત વિશાલ ગોસ્વામી ઉપર અમદાવાદમાં હત્યાના 3 જેટલા ગુના નોંધાયેલા છે. કુખ્યાત ગેંગસ્ટર વિશાલની સામે હત્યા અને ખંડણી સહિત લગભગ 50 જેટલા કેસ નોંધાયાં છે. આરોપી સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો અને જ્વેલર્સ પાસેથી ખંડણીઓ વસુલ કરતો હતો. અમદાવાદમાં જવેલર્સમાં વિશાલ ગોસ્વામીનો ખૂબ જ ખોફ હતો. પોલીસે વિશાલને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો હતો. અમદાવાદમાં વેપારીની હત્યા અને ખંડણીનો કેસ ખાસ અદાલતમાં ચાલ્યો હતો. કોર્ટે સુનાવણીના અંતે પુરાવાઓને ધ્યાનમાં રાખીને વિશાલને કસુરવાર ઠરાવ્યો હતો