Site icon Revoi.in

અમદાવાદમાં રિક્ષાચાલકોએ ભાડાના ભાવમાં વધારો કર્યો, ગાડી લઈને ફરવું પડશે સસ્તું

Social Share

અમદાવાદ: શહેરમાં રિક્ષાચાલકોએ પોતાના ભાડાના ભાવમાં વધારો કરી દીધો છે. જે લઘુત્તમ ભાડું પહેલા 15 રૂપિયા લેવામાં આવતું હતુ તેના માટે હવે લોકોએ 20 રૂપિયા આપવા પડશે. સરકારની પાસે છેલ્લા કેટલાક સમયથી રિક્ષાચાલકો ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે, પણ રિક્ષાચાલકોને સંતોષકારક જવાબ ન મળતા તેમણે જાતે હવે ભાડા વધારી દીધા છે.

ઉલ્લેખનીય છે કે આ ભાવવધારાને સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી અપાઇ નથી. ઓટો રિક્ષા ભાડા સુધારા-વધારા માટે સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવતા રિક્ષાચાલકોએ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ મામલે સરકાર દ્વારા હજુ સુધી કોઇ નિર્ણય નહીં લેવામાં આવ્યો હોવાથી રિક્ષાચાલક એસોસિયેશને નવું ભાડાપત્રક તૈયાર કરી દીધું છે. સરકાર દ્વારા રવિવારે મોડી સાંજ સુધી કોઇ નિર્ણય નહીં લેવામાં આવતા રિક્ષાચાલકો પોતાની રીતે તૈયાર કરેલા નવા ભાડાપત્રકનો અમલ શરૂ કરી દેશે. નવા ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૃપિયા 15થી વધારીને રૂપિયા 20 કરવામાં આવ્યું છે. આ પછી પ્રતિ કિલોમીટરનું ભાડું રૂપિયા 10થી વધારીને રૂપિયા 15 કરવામાં આવ્યું છે.

જો કે રિક્ષાચાલકો દ્વારા જે ભાડા વધારા કરવામાં આવ્યો છે તે ગાડી કરતા પણ વધારે મોંધુ છે. રિક્ષા કરીને ફરવું તેના કરતા તો પોતાની ગાડી લઈને ફરવું વધારે સસ્તું પડે તેમ છે.