Site icon Revoi.in

અમદાવાદમાં સેટેલાઈટ સહિત કેટલાક વિસ્તારમાં માત્ર એક ઈંચ વરસાદમાં રોડ પર પાણી ભરાયાં

Social Share

અમદાવાદઃ શહેરમાં શુક્રવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ ઝરમર-ઝરમર વરસાદ અનેક વિસ્તારોમાં પડ્યો હતો.સમીસાંજ બાદ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો એક કલાકમાં શહેરના ચાંદલોડિયા, બોડકદેવ, જોધપુર સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા

અમદાવાદ શહેરમાં સમીસાંજ બાદ  બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, નારણપુરા, ન્યુ રાણીપ, બોપલ, થલતેજ, એસજી હાઇવે, ચાંદખેડા, મોટેરા, પાલડી, વાસણા, નારણપુરા, આશ્રમ રોડ, જમાલપુર, લાલ દરવાજા, દૂધેશ્વર માધુપુરા વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંજથી ધોધમાર વરસાદના કારણે શહેરમાં વાતાવરણ ઠંડક ગયું થઈ ગયું છે. ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ શહેરમાં વરસ્યો છે. શહેરમાં ઝરમર ઝરમર વરસાદ બાદ સાંજના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે આઠ વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વધુ પડ્યો હતો. શહેરના ચાંદલોડિયા, જોધપુર સેટેલાઇટ, શિવરંજની સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ચાંદખેડા, સાબરમતી, ગોતા સાયન્સ સિટી, મકતમપુરા, સરખેજ, બોપલ, ઉસ્માનપુરા આશ્રમ રોડ, ઘાટલોડિયા, નારણપુરા જેવા વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયા હતા. શહેરમાં છેલ્લા બે ચાર દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયુ છે. જો કે શુક્રવારે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારમાં વરસાદના સામાન્ય હળવા ઝાપટાં પડ્યા હતા. પણ સમી સાંજ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. સરેરાશ એક ઈંચ વરસાદમાં  રોડ પર પાણી ભરાઈ ગયા હતા.