અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની તારીખ એકાદ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ જશે, તે પહેલા જ પોલીસ કમિશનરે શહેરના 63 પીઆઈની સાગમટે બદલીઓ કરી છે. બદલીઓમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર વેઇટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી છે,
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની રાહ જોવાઇ રહી હતી. તેમાં શુક્રવારે શહેર પોલીસ કમિશનર દ્વારા એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. કેટલાક ખાલી પડેલા પોલીસ સ્ટેશન જે ઇન્ચાર્જથી ચાલતા હતા, તેની સાથે જે પોલીસ ઇન્સ્પેક્ટર વેઇટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી છે. લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ કે.વાય વ્યાસને ટ્રાફિક વહિવટમાં, આર કે ધવનને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન, આઈ.એમ રાઠવાને ટ્રાફિક આઈ, એમ.આર પટેલને મહિલા પૂર્વ, આરઆર વિછીને બોડકદેવ, સહિત 62 પોલીસ ઈન્સ્પેક્ટરોની શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ઘણા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જમાં ચાલી રહ્યાં હતાં અને આ જગ્યાઓ ભરવા માટે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. માલિકે એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. મોટા પાયે પારદર્શિતા રહે તે પ્રકારે બદલી કરવામાં આવી છે. જે લોકો વેઇટિંગમાં હતા, તે 25 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરને તક આપવામાં આવી છે અને અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આ બદલીમાં સામેલ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં એક સાથે 62 ઇન્સ્પેક્ટરની બદલી થવાથી પોલીસ બેડામાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદ શહેરમાં સેકટર-1ના સોલા, ઘાટલોડિયા, નારણપુરા, સરખેજ, વેજલપુર, પાલડી, આનંદનગર, સેટેલાઈટ, ચાંદખેડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન PI વગર જ ચાલી રહ્યા છે. સેકટર-2ના એરપોર્ટ, કૃષ્ણનગર, સરદારનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી અને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પણ ઈન્ચાર્જથી ચાલતા હતા જ્યાં પીઆઈની બદલીઓ કરીને જગ્યાઓ ભરી દેવામાં આવી છે.