Site icon Revoi.in

અમદાવાદના APMC માર્કેટમાં શાકભાજીની આવક ઘટતાં ભાવમાં વધારો,

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. તેના લીધે તાપમાનમાં સરેરાશ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. જો કે જુનના પ્રથમ સપ્તાહ સુધી તાપમાનને પારો સરેરાશ 41થી 42 ડિગ્રી રહ્યો હતો. આમ ગરમીને લીધે શાકભાજીના ઉત્પાદન પર અસર પડી છે. તેથી અમદાવાદ એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટોડો નોંધાતા ભાવમાં વધારો થયો છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીના કહેવા મુજબ બહારગામથી આવતાં શાકભાજીની આવક 30 હજાર મણ ઘટી ગઈ છે. આવક ઘટવાના કારણે ગવાર, ભીંડો, ટિંડોળાના ભાવ કિલોએ રૂ.100ને પાર થઈ ગયા છે.

શહેરના જમાલપુર એપીએમસી શાકમાર્કેટમાં એક અઠવાડિયામાં શાકભાજીની આવં 20 ટકા એટલે કે 6 હજાર ક્વિન્ટલ સુધી ઘટી ગઈ છે. જેના કારણએ લીલા શાકભાજીના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. છેલ્લા અઠવાડિયાથી યાર્ડમાં શાકભાજીની આવકમાં 15 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા, ટિંડોળા સહિતની શાકભાજીની આવક રોજ કરતા 30 ટકા ઓછી થઇ છે. તાપમાન સતત ઊંચું રહેતા બજારમાં આવતાં શાકભાજીના જથ્થામાં વધુ બગાડ હોવાથી આવક પર અસર પડી છે. જેને પગલે ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે.

APMCના સૂત્રોના જણાવ્યા મુજબ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. થોડા દિવસ પહેલા 30 રૂપિયે કિલો વેચાતા ટામેટા છૂટક બજારમાં રૂ.60 થઈ ગયા છે. જ્યારે અન્ય શાકભાજીના પ્રતિકિલોના ભાવ જોઈએ તો  ગવાર 120-160, ચો‌ળી 120-200 , લીંબું 120- 160 , આદુ 150-200, ટિંડોળા 120-180 , ભીંડો 100-120 , કોબીજ 80-100 , ફલાવર 60-100, ટામેટા 50-60 , બટેકા 40-50 , ડુંગળી 50-60,નો ભાવ બોલાયો હતો.

માર્કેટ યાર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગરમીના કારણે લીલા શાકભાજીના ઉત્પાદનમાં મહદઅંશે ઘટાડો થયો છે. જેના કારણે ભાવમાં 20થી 25 ટકા સુધીનો વધારો થયો છે. અગાઉ રોજ 20થી 22 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી. જો હાલ તે ઘટીને 13 હજાર ક્વિન્ટલ થઈ ગઈ છે.