Site icon Revoi.in

અમદાવાદના વાડજમાં રોડ પર પડેલા ખાડાઓ સામે તંત્રને ઢંઢોળવા લોકોએ ઢોલ-નગારા વગાડ્યાં

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડની હાલત ખૂબજ ખરાબ બની છે. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે શહેરના નવા વાડજની જનતાએ અનોખો રસ્તો અપનાવ્યો હતો. સ્થાનિકો હાથમાં બેનર્સ લઈને રસ્તા પર ઉતરી પડ્યા હતા. સ્થાનિકોએ ઢોલ અને નગારા તથા બેનર્સ સાથે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.

 રાજ્યમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ બેહાલ બન્યા છે. આવી સ્થિતિ અમદાવાદ સહિત અનેક શહેરોમાં જોવા મળી રહી છે. રસ્તાઓ પર ખાડા રાજ થઈ જતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતા પણ તેનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. ત્યારે અમદાવાદના નવા વાડજની જનતા પણ બેહાલ રસ્તા અને ખાડાઓથી પરેશાન થઈ ચૂકી છે. સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રને રજૂઆત કરવા છતા પણ ખાડાઓની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આખરે નવા વાડજની જનતાએ અનોખો રસ્તો અપનાવ્યો હતો. સ્થાનિકો હાથમાં બેનર્સ લઈને રસ્તા પર ઉતરી પડ્યા હતા. સ્થાનિકોએ ઢોલ અને નગારા તથા બેનર્સ સાથે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે. દરેક રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે અકસ્માત થવો કે જીવ ગુમાવવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. તેમ છતા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકો પણ ખાડાઓ અને બેહાલ રસ્તાથી પરેશાન થઈ ચૂકી છે. ત્યારે નવા વાડજના લોકોએ પોતાનો અવાજ મ્યુનિ. કોર્પોરેશન સુધી પહોંચાડવા માટે અનોખો રસ્તો અપનાવ્યો હતો. નવા વાડજની જનતા હાથમાં બેનર્સ અને ઢોલ-નગારા સાથે રસ્તા પર ઉતરી હતી. અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચે એટલા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. લોકો હાથમાં બેનર્સ અને ઢોલ નગારા સાથે રસ્તા પર ઉતર્યા હતા. ભાવસાર સોસાયટીથી લઈને સ્વાગત એપાર્ટમેન્ટ અને મહાત્મા પાર્ક સુધીના મોટાભાગના રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે. જેથી તંત્ર સુધી પોતાની વાત પહોંચી શકે એટલા માટે સ્થાનિકો દ્વારા ઢોલ-નગારા અને હાથમાં બેનર્સ લઈને વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.