અંબાજીઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં અનેક યાત્રાળુઓ મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે. અંબાજી મંદિરે દર્શન કરવા આવતા મોટાભાગના દર્શનાર્થીઓ ગબ્બર ચઢીને દર્શન કરવાનું ચૂકતા નથી. પણ ગબ્બર પર્વત ચઢવાના પગથિયા પાસે એક નાની ભેખડ ધસી પડતા જેના કારણે પગથિયા ચડીને જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ગબ્બરના પગથિયા પાસે જ પથ્થરો રગડતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, પણ તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે ગબ્બર પર દર્શન જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી દર્શન કરવા આવેલા મોટાભાગના શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે ગબ્બર પર વરસાદને કારણે કેટલાક પથ્થરો ગબડીને પગથિયા પર પડયા હતા. ભારે વરસાદ બાદ આ સામાન્ય ભૂસ્ખલન જેવી ઘટના સર્જાઈ હતી. ત્યારબાદ તંત્ર દ્વારા આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળી શકશે. એના માટે તંત્રએ નવી વ્યવસ્થા પણ ઉભી કરી છે. આ રસ્તો બંધ કરીને તેનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે.
અંબાજી મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગબ્બર પર માતા નવદુર્ગાના દર્શન કરવા માંગતા દર્શનાર્થીઓ માટે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. એટલે કે અહી આવેલા દર્શનાર્થીઓને દર્શનનો લાભ ચોક્કસ મળશે.. હાલ તો આ જોખમી બનેલા રસ્તાને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદ બાદ પગથિયા પરના ધોવાણ થયું હતું. જેના કારણે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર માટીનું ધોવાણ થતા રસ્તો ખસી ગયો છે. જેથી અહીં આવતા દર્શનાર્થીઓ માટે જીવનું જોખમ ઉભુ ન થાય એટલા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ મંદિર જઈ દર્શન કરી શકે એટલા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે એક તરફી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. એટલે કે દર્શનનો લાભ તો લઈ શકાશે,
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શ્રાવણ માસ દરમિયાન અંબાજી માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. જેથી અહીં પબ્લિકનો ધસારો પણ વધી જાય છે. બીજી તરફ, હાલ વરસાદી મોસમ ચાલી રહી છે. જેના કારણે અંબાજીમાં આવેલા ગબ્બર પર રસ્તાનું ધોવાણ થયું હતું. એના કારણે થોડા પથ્થરો રગડ્યા હતા અને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જો કે, દર્શન કરવામાં કોઈ તકલીફ પડશે.