Site icon Revoi.in

અમેરિકામાં યુવકે ચાલુ વિમાનમાંથી માર્યો કૂદકો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Social Share

દિલ્હીઃ આજકાલના યુવાનોમાં સ્ટંટ કરવાના એવા શોખ હોય છે કે તેમને જીવ ગુમાવી બેસવાનો પણ ડર હોતો નથી. આવી જ એક ઘટના બની છે અમેરિકાના લોસએન્જલસમાં કે જ્યાં યુવકે ચાલુ વિમાનમાંથી કૂદકો લગાવ્યો અને હવે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો છે.

આ યુવકે પહેલા ફ્લાઇટના કોકપિટમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ મુસાફરે કોઈક રીતે સર્વિસનો દરવાજો ખોલ્યો અને ત્યાંથી કૂદી ગયો.

ઓથોરિટીએ યુવકને ટેક્સી વે નજીક પકડ્યો.તે ગંભીર રીતે ઘવાયો હતો આ પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. કૂદકા માર્યા બાદ યુવકને ઘણી ઇજાઓ પહોંચી હતી. આ ઘટના સાંજે સાત વાગ્યે બની હતી.

સ્કાય વેસ્ટ એરલાઇન્સની યુનાઇટેડ એક્સપ્રેસ ફ્લાઇટ 5365ની છે. ફ્લાઇટના ક્રૂ સભ્યોએ જોયું કે વિમાનમાં બેઠો આ મુસાફર તેની સીટ પરથી ઉભો થયો અને કટોકટીના દરવાજાથી ઝડપથી કોકપિટના દરવાજા તરફ જવા લાગ્યો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે યુવકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ટેક્સી વે પર પકડાયા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન વિમાનમાં મુસાફરી કરનારા અન્ય કોઈ મુસાફરોને ઈજા થઈ નથી.

ફેડરલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન આ મામલાની તપાસ કરી રહ્યું છે કે આ યુવકે આવુ કેમ કર્યું? ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હંગામો થયો હતો.

અગાઉ, ફેડએક્સ કાર્ગો સુવિધા સાથે જોડાયેલ વાહન એરફિલ્ડ નજીક પહોંચ્યું હતું. રનવે પાર કરતી વખતે પોલીસે કારનો પીછો કર્યો હતો અને તેને પકડી લીધો હતો. પોલીસે વાહનના ચાલકને પકડી લીધો હતો.