Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં હિડોરણાથી 30 કિમીના રોડના પ્રશ્ને ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકોરણ ગરમાયું

Social Share

અમરેલી : જિલ્લામાં ઘણાબધા રોડની બિસ્માર હાલત છે. જેમાં રાજુલાના હિંડોરણા ચોકડી થી સાવરકુંડલા બાઢડા સુધીનો 30 કિલોમીટરનો  નેશનલ હાઈવે પ્રગતિ પથ રોડ અતિ બિસ્માર છે. આ રોડ કહેવાય છે કે, છેલ્લા દસ વર્ષથી બન્યો નથી, રાહદારીઓ વાહનચાલકો અને સ્થાનિક લોકો પણ કંટાળી ગયા છે. આ રસ્તો બનાવવા સ્થાનિક ધારાસભ્ય ચીમકી ઉચ્ચારી હતી વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય પોતે રોડ માટેનો જશ ન લઈ જાય એટલે ભાજપના આગેવોનોએ અને સાંસદે જણાવ્યું હતું કે આ રોડને અમારી રજુઆત બાદ નવો બનાવવાની મંજુરી મળી ગઈ છે. કોંગ્રેસ તો માત્ર રાજકારણ કરે છે. આમ રોડના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામથી રાજુલા તાલુકાના હિંડોરણા ચોકડી સુધીનો આ છે નેશનલ હાઈવે પ્રગતિ પથ રોડ છે. આ રોડ ઉપરથી રોજના હજારો કન્ટેનર અને અન્ય વાહનો પસાર થાય છે. છેલ્લા આઠ-દસ વર્ષથી આ રસ્તો રીપેર થયો નથી. રસ્તામાં મોટા ખાડાઓ પડી ગયા છે. વાહન ચાલે ત્યારે ધૂળની ડમરીઓ ઊડી રહી છે. 30 કિલોમીટરનું અંતર કાપતા લગભગ બે કલાક જેટલો સમય વેડફાય છે. આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો તથા સ્થાનિક રહેવાસીઓ કંટાળી ગયા છે. વાહન ખરાબ થાય બિમાર દર્દીઓને દવાખાને પહોંચાડવા માટે અનેક વખત જોખમો ઉભા થયા છે. ઉપરાંત ખેડૂતો પોતાના માલ લઈને આવતા ટ્રેક્ટરોમાંથી મોટામાં ખાડાઓને કારણે મોટી પરેશાની ભોગવી રહ્યા છે.

રાજુલા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય  અમરીશ ડેરએ જણાવ્યું હતું કે,  તત્કાલીન સમયે તે વખતના મંત્રી નીતિન પટેલ સહિતના જવાબદારો સાથે વાતચીત કરી આ રસ્તાને વહેલી તકે કાર્યરત કરી નવો બનાવવાની રજૂઆતો કરી હતી. જેના આધારે આ રોડ ધારાસભ્યને મળતી અને ફાળવાયેલી ગ્રાન્ટમાંથી 52 કરોડ રૂપિયા આ રોડ માટેના નાળા પુલિયા માટેના આપ્યા હતા. જે કામ આજે પૂર્ણતાને આરે છે, વાત છે આ રસ્તો નવો બનાવવાની ત્યારે 19 કરોડમાંથી સરકારે હાલ માત્ર નવ કરોડ રૂપિયા મંજુર કરી ફાળવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટ અપાયો છે પરંતુ ડામર નહીં મળવાને કારણે વિલંબિત થયો છે. આ રસ્તો વહેલી તકે બને અને સારો બને રસ્તાનું ખાતમુહુર્ત કોઈપણ કરે તેની સામે અમને કોઈ વાંધો નથી માત્રને માત્ર લોકોની સમસ્યા દૂર થાય તે જરૂરી છે. (file photo)