- ખાલિસ્તાનીઓ મુંબઈને કરી રહ્યા છે ટાર્ગેટ
- પોસીલ સુરક્ષામાં વધારો કરાયો
- પોલીસ કર્મીઓની રજાઓ પણ રદ કરાઈ
મુંબઈઃ- આજે મહાનગરી મુંબઈમાં સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ સાથે જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબઈ પોલીસે મુખ્ય રેલ્વે સ્ટેશનો અને અન્ય જાહેર સ્થળોએ સુરક્ષા બંદોબસ્ત બમણો કરી દીધો છે અને ગુપ્તચર માહિતીને ધ્યાનમાં રાખીને તેના કર્મચારીઓની સાપ્તાહિક રજાઓ પણ રદ કરી દરેકને કામમાં લગાડ્યા છે. પોલીસને એવી માહિતી મળી છે કે ખાલિસ્તાની ગુરૂઓ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શહેરમાં આતંકવાદી હુમલો કરી શકે છે.
અધિકારીઓ એ મીડિયા કર્મીઓને આપેલી જાણકારી પ્રમાણે “પોલીસને ઈનપુટ મળ્યા હતા કે ખાલિસ્તાની તત્વો મુંબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આતંકવાદી હુમલા કરી શકે છે.”જેને લઈને પોલીસે સાવધાનીના રુપે આગળથી જ પોલીસ કર્મીઓની રજાને રદ કરી હતી અને દરેક જાહેર સ્થળો પર પોલીસ બંદોબસ્તને વધારી દેવામાં આવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે શુક્રવારે ‘બંધોબસ્ત’ ડ્યુટી માટે પોલીસ કર્મચારીઓની સાપ્તાહિક રજા તેમજ અન્ય રજાઓ પણ રદ કરી દીધી છે.” મુંબઈ પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ એલર્ટ પર છે અને 31 ડિસેમ્બરે સમગ્ર શહેરમાં કડક બંદોબસ્ત સાથે એલર્ટ પર રાખશે.
આ સમગ્ર જોખમની બાબતને ધ્યાનમાં લઈને ગવર્નમેન્ટ રેલ્વે પોલીસએ મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી છે અને તોડફોડ વિરોધી પગલાં લીધા છે.GRP મુંબઈના કમિશનરે આ બાબતે એક ટ્વિટ પણ કર્યુ છે તેમણે ટ્વિટમાં કહ્યું, “કેરેનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે લોકોને આ મુદ્દે સરકારી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપીએ છીએ. GRP મુંબઈએ મહત્વપૂર્ણ રેલ્વે સ્ટેશન પર તપાસ, શોધ અને તોડફોડના પગલાં માટે વિશાળ માનવબળ તૈનાત કર્યું છે. અમે કાયદાનો કડક અમલ કરાવીશું. અમે લોકોને સહકાર આપવા વિનંતી કરીએ છીએ.” આ સાથે જ અનેક જાહેર સ્થળો એ પોલીસની ગોઠવણી કરવામાં આવી છે,