- જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડ હુલો
- જાનહાની નોંધાઈ નથી
- સેનાના કેમ્પની બહાર ગ્રેનેડ ફૂટ્યો હતો
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક હરકતોને અંજામ આપી રહ્યા છેે ત્યારે સેનાના જવાનો પણ ખડેપગે રહીને તેમના પ્રયત્નો નિષ્ફળ બનાવી રહ્યા છે આજકાલ ગ્રેનેડ હુમલાઓની ઘટના વધુ બની રહી છે ત્યારે વિતેલા દિવસે ફરી જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિતેલા દિવસને સોમવારે અનંતનાગમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં એક નાગરિક ઘાયલ થયો છે, જો કે પોલીસની ટીમે વ્યક્તિના ઘાયલ થવાની વાતને સ્વિકારી નથી અને કહ્યું કે આવી કોઈ જાનહાની થવા પામી નથી.
આ ઘટનાને પગલે એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ સંગમમાં સીઆરપીએફના કેમ્પ તરફ ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે કેમ્પની બહાર ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. જેમાં એક નાગરિકને સામાન્ય ઈજા થઈ હતી. પરંતુ પોલીસે આ ઘટનાને નકારી કાઢી છે.
ઉલ્લેખનીય છે કેઆ પહેલા રવિવારે જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આશરે 10-12 કિલો વજનનો IED રિકવર કરીને મોટી ઘટનાને ટાળવાનો દાવો કર્યો હતો.રવિવારે શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને લોકો પર હુમલો કર્યો હતો.