1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અરવલ્લી જિલ્લામાં ટમેટાં તળિયાના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો
અરવલ્લી જિલ્લામાં ટમેટાં તળિયાના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો

અરવલ્લી જિલ્લામાં ટમેટાં તળિયાના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો

0
Social Share

મોડાસાઃ અરવલ્લી  જિલ્લામાં સારા વળતરની આશાએ ખેડૂકોએ ટમેટાનું સારીએવું વાવેતર કર્યું હતું. અને સાનુકૂળ વાતાવરણને લીધે ઉત્પાદન પણ વધુ થયું છે. પરંતુ ખેડૂતોને ટામેટાના  પુરતા ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બજારમાં  ખેડુતો ટામેટા વેચવા જતા પૂરતા ભાવ નહિ મળતા ટ્રેક્ટર ભાડું પણ નીકળતું નથી. જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ 4933 હેક્ટર જમીનમાં શાકભાજી- પાકનું વાવેતર કર્યું હતું  જે પૈકી ટામેટાનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું હતું.  ખેડૂતોએ એક વીઘા પાછળ 25 હજાર જેટલો ખર્ચ કરી વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ જતા ઉત્પાદન પણ સારું થયું છે પરંતુ ટામેટા વેચવાના સમયે ટામેટાના ભાવ નહિ મળતા ખેડૂતો પરેશાન છે ખેડૂતોને હાલ માર્કેટમાં 20 કિલો ઝભલાનો ભાવ માંડ 30 થી 40 રૂપિયા મળી રહ્યો છે જેથી વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ નીકળતો નથી. ટમેટાંનો તૈયાર થયેલો પાક ખેડૂતો ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જઈ રહયા છે પરંતુ ખેતર થી મોડાસા કે હિંમતનગર સુધી જવા પાછળ થતો ટ્રેક્ટર ખર્ચ પણ નીકળતો નથી જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. ખાસ કરીને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટામેટાના ભાવ ખુબજ ઓછા મળી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગયા વર્ષે  ટામેટાનો ભાવ 20 થી 25 રૂપિયે કિલો હતા. જે આ વર્ષે 20 કિલો ટામેટા માત્ર 30 થી 40 રૂપિયામાં વેચાઈ રહ્યા છે ત્યારે આ વર્ષે ટામેટાનું વાવેતર કરનારા ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.  ખેડૂતોએ ખૂબ જ સારો નફો મળશે તેવી આશાએ તેમના ખેતરમાં બે મહિના અગાઉ ટામેટાનું વાવેતર  કર્યું હતું. પરંતુ હવે જ્યારે તૈયાર થયેલા ટમેટાનો પાક માર્કેટમાં વેચવા માટે જાય છે. ત્યારે તે ટામેટા ખરીદવા માટે કોઈ વેપારી તૈયાર નથી. જેથી ખેડૂતોને હવે આ ટામેટા પશુઓને ખવડાવવાનો વારો આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code