નવી દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, એટલું જ નહીં આતંકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા કેટલાક આતંકીઓની મિલ્કત જપ્ત કરવા સહિતની કાર્યવાહી કેટલાક રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન આસામમાં અત્યાર સુધીમાં ગેરકાયદે પ્રવૃતિને ધ્યાનમાં રાખીને 3 જેટલા મદરેસા તોડી પાડવામાં આવી છે. દરમિયાન ગોલપારામાં મુસ્લિમ સમાજના લોકોએ એક મસ્જીદ તોડી પાડવામાં આવી હોવાનું સામે આવી છે. શંકાસ્પદ આતંકવાદી પ્રવૃતિઓને પગલે આ મદરેસાને તોડી પાડવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આસામના ગોલપારામાં પહેલીવાર એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો હતો, અહીંના મુસ્લિમ બિરાદરોએ મદરેસાને તોડી પાડી હતી. લોકોને ખબર પડી કે અહીં મદરેસાની આડમાં આતંકવાદી ગતિવિધિઓ કરવામાં આવી રહી છે. જે બાદ રોષે ભરાયેલા લોકોએ મદરેસાને તોડી પાડી હતી. ગોલપારા સ્થિત મદરેસાને તોડી પાડવાનું મુખ્ય કારણ લઘુમતી સમુદાયના સભ્યો દ્વારા બહાર આવી રહ્યું છે. આ મદરેસાના એક શિક્ષકની અલ-કાયદા સાથે કથિત સંબંધોના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે સાથીઓ ફરાર હોવાનું કહેવાય છે.
આ કેસ અંગે પોલીસનું કહેવું છે કે અમને મદરેસાને તોડી પાડવાની કોઈ પૂર્વ માહિતી નહોતી. ઇસ્લામિક મદરેસાઓ સામે રાજ્ય સરકારની કાર્યવાહી બાદ તોડી પાડવામાં આવેલ આ ચોથી મદરેસા હતી. અગાઉ, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના મજબૂત પુરાવા મળ્યા બાદ સરકારે ત્રણ મદરેસાઓને તોડી પાડી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર અલ-કાયદા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો પ્રતિ નિષ્ઠાને કારણે જેહાદી તત્વો માટે મદરેસા એક કેન્દ્ર બની ગયાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.