Site icon Revoi.in

આસામમાં 7 મે સુધી નાઇટ કર્ફ્યુ વધારાયું, દુકાનો અને બજારો સાંજના 6 વાગ્યાથી બંધ

Social Share

આસામ : રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસોને કારણે આસામ સરકારે શુક્રવારે નાઇટ કર્ફ્યુને 7 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. રાજ્યમાં રાત્રીના આઠ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લાગુ કરાયેલ નાઈટ કર્ફ્યુ શનિવારે પૂરો થવાનો હતો. આ સમય દરમિયાન લોકોની અવરજવર પર રોક અમલમાં છે.

મુખ્ય સચિવ જિશનું બરુઆએ જારી કરેલા હુકમ મુજબ તમામ દુકાન અને બજારો સાંજના છ વાગ્યા સુધીમાં બંધ કરી દેવાશે. જો કે,દવાઓની દુકાનો, હોસ્પિટલો,પશુરોગની હોસ્પિટલો ઉપરાંત આવશ્યક સેવાઓથી સંબંધિત લોકોને પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવશે. શુક્રવારે,આસામમાં કોરોના વાયરસ સંક્રમણના 3,197 નવા કેસ નોંધાયા હતા,જ્યારે 26 દર્દીઓનાં મોત નિપજ્યા હતાં.

રાજ્યમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 60 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 188 સહિત અન્ય જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યની અંદર અથવા એક રાજ્યથી બીજા રાજ્યમાં માલની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.