અયોધ્યામાં ભગવાન શ્રી રામજીને આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી થાળ ધરાવાશે
અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્યુ મંદિર બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. ત્યારે અયોધ્યામાં રામલલ્લા મંદિરને આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. જલારામ મંદિર તરફથી રામલ્લાને આજીવન થાળ ધરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઈચ્છાને રામ મંદિરના ટ્રસ્ટીઓએ સ્વિકારી હતી.
બાપાના પરિવારજન ભરતભાઇ ચંદારાણાએ જણાવ્યું કે, વીરપુર જલારામ મંદિરના મહંત રઘુબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ અંગે રજુઆત કરી હતી. ટ્રસ્ટીઓ દ્વારા આ મુદ્દાનો સહર્ષ સ્વિકાર કરવામાં આવ્યો હતો. જેથી હવે હંમેશા રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર દ્વારા ધરાવવામાં આવશે. આ અંગેની જાણ થતા વીરપુરમાં ખુશી ફેલાઈ છે. તેમજ વીરપુરવાસીઓએ ઢોલ વગાડીને ગ્રામજનોને જાણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ તરફી નિર્ણય કર્યો હતો. જેથી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવાની કામગીરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.