Site icon Revoi.in

બાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેંગ્રોવના જંગલોની મુલાકાત લીધી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20ના અન્ય નેતાઓ સાથે આજે બાલીમાં G-20 સમિટ દરમિયાન ‘તમન હુતાન રાયા ન્ગુરાહ રાય’ મેન્ગ્રોવના જંગલોની મુલાકાત લીધી અને તેનું વાવેતર કર્યું હતું.

મેન્ગ્રોવ્સ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઇન્ડોનેશિયા G-20 પ્રેસિડેન્સી હેઠળ ઇન્ડોનેશિયા અને UAEની સંયુક્ત પહેલ, મેન્ગ્રોવ એલાયન્સ ફોર ક્લાઇમેટ (MAC)માં ભારત જોડાયું છે.

ભારતમાં 5000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી 50થી વધુ મેન્ગ્રોવ પ્રજાતિઓ જોવા મળે છે. ભારત મેન્ગ્રોવ્સના સંરક્ષણ અને પુનઃસંગ્રહ પર ભાર મૂકી રહ્યું છે, જે જૈવવિવિધતાના સમૃદ્ધ સ્થળો છે અને અસરકારક કાર્બન સિંક તરીકે સેવા આપે છે.