Site icon Revoi.in

બનાસકાંઠામાં 510 શિક્ષકો અન્ય જિલ્લામાંથી ટ્રાન્સફર મેળવીને આવ્યા છતાં હજુ 628 જગ્યા ખાલી

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 1000થી વધુ જગ્યાઓ ખાલી હોવાથી બાળકોના શિક્ષણ પર વિપરિત અસર પડતી હતી. આથી શિક્ષણ વિભાગ દ્વારા આંતર જિલ્લા બદલીનો કેમ્પ યોજાયો હતો. જેમાં વતનનો લાભ લેવા 510 જેટલા શિક્ષકો અન્ય જિલ્લાઓમાંથી ટ્રાન્સફ મેળવીને બનાસકાંઠા આવ્યા છે.તેથી જિલ્લામાંથી 1139 જેટલી ખાલી જગ્યામાંથી 510 શિક્ષકોની ઘટ પુરાતા હજુ 629 શિક્ષકોની જગ્યા ખાલી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા પ્રાથમિક શાળાઓમાં જિલ્લા બહારના શિક્ષકોને વતનનો લાભ મળે કે જિલ્લાની શાળાઓમા ફરજ બજાવવી હોય તેવા શિક્ષકો માટે ગત સપ્તાહે જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયા હતા. જેમાં ધોરણ 1થી 5માં 275 જયારે ધોરણ 6થી 8માં 235 શિક્ષકોએ બદલીના હુકમો મેળવીને જે-તે શાળામા હાજર થયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1139 ખાલી જગ્યાઓમાં 510 શિક્ષકોએ કેમ્પ દરમિયાન શાળામા ફરજ બજાવવા માટે તૈયારીઓ દર્શાવતા હજુ 629 જગ્યાઓ પ્રક્રિયાને અંતે ખાલી રહેવા પામી છે. 6 વર્ષથી વધુ વયના બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. ચાલુ નવા શૈક્ષણિક સત્રથી 6 વર્ષથી નીચેની વય જૂથના બાળકો માટે બાલવાટિકાઓ પણ શરૂ કરી છે. જોકે એક તરફ શિક્ષણક્ષેત્રે સતત પરિવર્તન વચ્ચે વિષય શિક્ષકોની ઘટ, ઓરડા ઘટની સમસ્યાનો ઉકેલ મળ્યો નથી.

બનાસકાંઠાના ડીપીઈઓએ જણાવ્યું હતું.  જિલ્લામાં ગત દિવસોમાં યોજાયેલા જિલ્લા ફેરબદલી કેમ્પમાં 1139 ખાલી જગ્યાઓ પૈકી 510 શિક્ષકોએ બદલીના હુકમો મેળવ્યા છે. જેમાં ધોરણ 1થી 5 માં 275 શિક્ષકોએ પસંદગીની કે નજીકની શાળા નક્કી કરી છે. તેવી જ રીતે ધોરણ 6 થી 8 માં 235 શિક્ષકોએ હાજર રહીને હુકમો મેળવ્યા હતા.