- ગાંધીનગરથી કડક કાર્યવાહીનો આદેશ મળ્યા બાદ DPEOએ લીધો નિર્ણય,
- અગાઉ ગેરહાજર શિક્ષકોને નોટિસો ફટકારવામાં આવી હતી,
પાલનપુરઃ ગુજરાતમાં લાંબા સમયથી સતત ગેરહાજર રહેતા શાળાના શિક્ષકોની રાજ્યના શિક્ષણ વિભાગે માહિતી મંગાવ્યા બાદ આવા શિક્ષકો સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેથી બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ 9 જેટલાં શિક્ષકોને બરતરફ કર્યા છે.
બનાસકાંઠા સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સરકારી શાળાઓમાં ફરજ બજાવતા અને લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારી શાળામાં નોકરી બોલતી હોય અને શિક્ષકો વિદેશ પહોંચી ગયા હોય તેવા પણ કેટલાક બનાવો પ્રકાશમાં આવ્યા બાદ સરકાર એલર્ટ બની હતી અને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા 9 શિક્ષકોને બરતરફ કરી દેવાયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા નવ જેટલા શિક્ષકોને 2006 ના ઠરાવ મુજબ બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષકો સતત ગેરહાજર રહેવાના કારણે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસો આપવામાં આવી હતી જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે.
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો એક વર્ષ કરતા વધુ સમયથી બિનઅધિકૃત ગેરહાજર રહેતા તેમને તાલુકા કક્ષાએ જરૂરી નોટિસ આપવામાં આવી હતી. તે નોટિસના ખુલાસા આધારે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા અત્રેની કચેરી ખાતે જુલાઈ મહિનામાં દરખાસ્ત કરવામાં આવી હતી. કચેરી ખાતેથી શિક્ષકોને નોટિસો આપી એમના ખુલાસા ને આધીન 9 જેટલાં શિક્ષક એક વર્ષ કરતા વધુ સમયે બિનઅધિકૃત રીતે ગેરહાજર હતા એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. 2006 ના ઠરાવ મુજબ 9 શિક્ષકો ને બિનઅધિકૃત ગેરહાજરીના દિવસથી એમને બરતરફ કરાવાના હુકમ કરવામાં આવ્યો છે.
#TeacherDismissal | #EducationAction | #GujaratEducation | #AbsentTeachers | #StateAction | #PrimaryEducation | #TeacherAccountability | #EducationReform | #BanasKanta | #GovernmentAction | #TeacherDiscipline | #EducationNews | #SchoolManagement | #TeacherEthics | #AdministrativeAction