Site icon Revoi.in

ભરૂચમાં હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દુર કરવા માટે ઊભેણ પાસે પુલ બનાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. તેમ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર ભરૂચ પાસે ટ્રફિકની સમસ્યાથી આગામી દિવસોમાં વાહન ચાલકોને રાહત મળશે. ભરૂચના ઊભેણ ખાતે કરોડોના ખર્ચે પુલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મહત્વના નિર્ણય લેવાયાં હતા. સુરતમાં સર્જાયેલી ઝેરી ગેસની દુર્ઘટનાને ગંભીરથી લીધી હતી. તેમજ આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જરૂરી સુચના આપી હતી. ગુજરાત બહારથી આવતા પદાર્થોને અટકાવવા નિર્દેશ કર્યો હતો. તેમજ ગુજરાતના એકમોમાં પણ આવા પદાર્થોના વપરાશ અટકાવવા તાકીદ કરી હતી.

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવાનો પણ નિર્ણય લેવાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સબરીધામ સુધી ટુરીઝમ સરકીટ વિકસાવાશે. ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. જે એક તરફ દરિયા કિનારો અને બીજી તરફ હાઈવેના સ્વરૂપમાં હશે. આ કોસ્ટલ હાઈવે કરોડોના ખર્ચે બનાવવામાં આવશે.

કેબિનેટની બેઠકમાં આગામી બજેટને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાની પરિસ્થિતિ અને તેની માટે જરૂરી પગલા અંગે ચર્ચા કરાઈ હતી.

(PHOTO-FILE)