ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આ વર્ષે સારોએવો વરસાદ પડ્યો હોવા છતાંયે ઘણાબધા ડેમ પુરતા ભરાયા નથી. જો કે એક સારી બાબત છે. કે શેત્રુંજી ડેમ 100 ટકા ભરાયો હોવાથી સિંચાઈ માટેની કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં, ભાવનગર અને બોટાદ જિલ્લામાં શેત્રૂંજી, ખાંભડા, કાળુભાર, બગડ અને રોજકી સહિત પાંચ ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાયા છે. જ્યારે 50 ડેમ 50થ5 90 ટકા ભરાયા છે. જ્યારે 7 ડેમ એવા છે.કે, જે 50 ટકા પણ ભરાયા નથી.
સિંચાઈ વિભાગમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ચોમાસુ હવે સત્તાવાર પૂર્ણ થઈ ગયુ છે ત્યારે ભાવનગર અને બોટાદ જિલ્લાના મોટાભાગના ડેમ હજુ ખાલી જોવા મળી રહ્યા છે. કેટલાક ડેમમાં પાણીની સારી આવક થઈ છે, જયારે કેટલાક ડેમના હજુ તળીયા માંડ ઢકાયા છે. કેટલાક ડેમ 100 ટકા ભરાય ગયા છે તેથી તે વિસ્તારના લોકોને રાહત થશે પરંતુ હજુ મોટાભાગના ડેમ ખાલી છે. ચોમાસુ પૂર્ણ થય ગયુ છે તેથી હવે વરસાદ પડવાની શકયતા પણ ઓછી છે. મોટાભાગના ડેમમાં ઓછુ પાણી હોવાથી ચિંતાનો વિષય હોવાનુ ચર્ચાય રહ્યુ છે.
ભાવનગર અને બોટાદ જિલ્લાના 22 ડેમમાંથી હજુ માત્ર પાંચ ડેમ 100 ટકા ભરાયા છે, જેમાં ખાંભડા, શેત્રુંજી, કાળુભાર, બગડ અને રોજકી ડેમનો સમાવેશ થાય છે. આ ડેમો છલકાય ગયા છે તેથી આ ડેમના પાણીનો જે લોકો ઉપયોગ કરી રહ્યા છે તે લોકોને મોટી રાહત થઈ ગઈ છે. પાણી કેનાલમાં છોડવાના કારણે અને વપરાશના કારણે પાંચ ડેમમાં પાણીની સપાટીમાં સામાન્ય ઘટી છે. આ ઉપરાંત ઉતાવળી, માલપરા, ખારો, માલણ, રંઘોળા, લીંબાળી, હમીરપરા, હણોલ, પીંગળી, ભીમડાદ વગેરે 10 ડેમ 50થી 90 ટકા ભરાયેલા છે. આ ડેમો 50 ટકા કરતા વધુ ભરાયા હોવાથી આ ડેમના પાણીનો ઉપયોગ કરતા લોકોને પણ થોડા અંશે રાહત છે, જયારે રજાવળ, લાખણકા, કાનીયાડ, ગોમા, ઘેલો, સુખભાદર, જસપરા વગેરે સાત ડેમ હજુ 50 ટકા પણ ભરાયા નથી. આ સાતમાંથી ચાર ડેમ તો હજુ 30 ટકા પણ ભરાયા નથી, જે ચિંતાની બાબત છે. આ આંકડા સિંચાઈ વિભાગ પાસેથી થોડા દિવસ પૂર્વે લેવામાં આવ્યા હોવાથી હાલની સપાટીમાં સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. (file photo)