બિહારમાં ઉંદરોથી પરેશાન પોલીસ, 96 પોલીસ સ્ટેશનમાં કોતરી નાખી કેસ ફાઈલો
• સીમાંચલના પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે નુકશાન
• જુની ફાઈલોને રાખવા માટે કોઈ વ્યવસ્થા નથી
પટણાઃ બિહાર પોલીસ આજકાલ ઉંદરોથી પરેશાન છે. બિહારના 18 જિલ્લાના 96 પોલીસ સ્ટેશનમાં ઉંદરોએ મહત્વની ફાઈલો કોતરી નાખી છે. તાજેતરમાં પોલીસ સ્ટેશનોમાં કેસ ફાઈલ ઈન્ડેક્સ બનાવવાનું કામ શરૂ થયું ત્યારે આ વાત સામે આવી હતી. 2013થી શરૂ થયેલા દરેક કેસની મોનિટરિંગ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે. આવામાં પોલીસ સ્ટેશન કક્ષાએથી રિપોર્ટ પણ મંગાવવામાં આવી રહ્યો છે. જેમાં ફાઈલો ના મળવાની અને ઉંદરો દ્વારા કોતરી નાખવાની વાત સામે આવી છે.
જાણકારી અનુસાર સીમાંચલના પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે નુકશાન થયું છે. કોસીમાં એવા ઘણા પોલીસ સ્ટેશન છે જ્યાં પૂરનો ભય છે. બિહારમાં ખાલી પૂર્ણિયા પોલીસ કાર્યાલય જ ISO દ્વારા પ્રમાણિત છે. કિશનગંજમના એક જર્જરિત પોલીસ સ્ટેશનની ઈમારતમાંથી ફાઈલ શોધતી વખતે એક મહિલા પોલીસકર્મીને સાપે ડંખ માર્યો હતો, જેનાથી તેનું મોત થયું હતુ. પોલીસ હેડક્વોટર દ્વારા બધા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી સહિતની મૂળભૂત બાબતોને સુધારવા માટે સતત કામ કરી રહ્યું છે.
ઘણા એવા પોલીસ સ્ટેશન એવા છે જ્યા જુની ફાઈલો રાખવા માટે કોઈ વ્યવસ્થા નથી. ભાગલપુર જિલ્લાના ઘણા પોલીસ સ્ટેશનની ઈમારતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પોલીસ લાઈનમાં 200થી વધારે વરંડામાં તાડપત્રી નાખીને રહે છે. પૂર્ણિયા ડીઆઈજી વિકાસ કુમારે જણાવ્યું કે, સીમાંચલના કેટલાક પોલીસ સ્ટેશનોમાં ઈમારતોની ખરાબ સ્થિતિને કારણે ફાઈલોને ઉંદરો દ્વારા કોતરવા અને વરસાદના કારણે નુકશાન થવાના અહેવાલો છે. આ બાબતે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશનો માટે બિલ્ડિંગ બનાવવા અને દરખાસ્તો મોકલવામાં આવી છે.
• આ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ઉંદરોએ ફાઈલો કોતરી નાખી છે
ભાગલપુર, નવગછિયા પોલીસ ડિસ્ટ્રિક્ટ, બાંકા, મુંગેર, પૂર્ણિયા, અરરિયા, કટિહાર, કિશનગંજ, સહરસા, મધેપુરા, સુપૌલ, બેગુસરાય, ખગરિયા, જમુઈ, લખીસરાય, મધુબની, દરભંગા અને સમસ્તીપુર. ભાગલપુર ડિવિઝનમાં બિહાર પોલીસ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના જુનિયર એન્જિનિયર પ્રિન્સ કુમાર કહે છે કે જિલ્લાના 6 પોલીસ સ્ટેશનની નવી ઇમારતો બનાવવામાં આવી રહી છે. ચાર પોલીસ સ્ટેશનની જર્જરિત બિલ્ડીંગ બનાવવા માટે લખવામાં આવ્યું છે. ગૃહ વિભાગની પરમિશનની રાહ જોવાઈ રહી છે. ભાગલપુર ડીઆઈજી વિવેકાનંદે કહ્યું કે જર્જરિત પોલીસ સ્ટેશન ઈમારત માટે એસપી દ્વારા પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.