Site icon Revoi.in

બોટાદમાં 40 જેટલી સોસાયટીઓમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી લોકો પરેશાન,

Social Share

બોટાદઃ શહેરના પાળિયાદ રોડ પર આવેલી 40થી વધુ સોસાયટીઓમાં અવાર-નવાર વીજળી પુરવઠો ખોરવાતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં સાવ સામાન્ય વરસાદમાં કલાકો સુધી વીજળી ડૂલ થઈ જાય છે ત્યારે પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. લોકો ફરિયાદો કરે ત્યારબાદ વિજળી પુરવઠો ચાલુ કરવામાં આવે છે, અને બે-ત્રણ કલાક બાદ ફરી વીજ પુરવઠો ખોરવાય જાય છે.

બોટાદમાં છેલ્લા ઘણાં દિવસોથી પાળિયાદ રોડ પર આવેલી અનેક સોસાયટીઓ તથા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ ધાંધિયા સામે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સામાન્ય વરસાદમાં અંધારપટ્ટ થઈ જવાથી રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વારંવાર વીજળી ડૂલ થવાથી શહેર અને જિલ્લાના ઉદ્યોગોને માઠી અસર પડી રહી છે. તેમજ પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરનો નંબર લાગતો નહી હોવાથી ક્યારે લાઈટ આવશે તે પણ જાણી નહી શકાતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

બોટાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પાળિયાદ રોડ પર આવેલી 30થી 40 સોસાયટીઓમાં અને મોટાભાગના શહેર વિસ્તારમાં ગમે ત્યારે વીજળી ડૂલ થઈ જાય છે. ચોમાસાની સિઝનમાં સાવ સામાન્ય વરસાદમાં કલાકો સુધી વીજળી ડૂલ થઈ જાય છે, ત્યારે પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરી પર અનેક સવાલો ઊઠ્યા છે. સામાન્ય વરસાદમાં વારંવાર વીજળી ડૂલ થવાથી રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને નાના બાળકોની સ્થિતિ દયાજનક બની જાય છે. વારંવાર વીજ ધાંધિયાથી શહેર અને જિલ્લાના નાના મોટો ઉદ્યોગો, વ્યવસાયકારો અને દુકાનદારોનો વેપાર ઠપ્પ થઈ જાય છે, ઉપરાંત લાઈટ નહી હોવાના કારણે હોસ્પિટલોમાં દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. એક્સરે, સીટી સ્કેન માટેના સેન્ટરો લાઈટ નહી હોવાથી બંધ રહેતા બહાર ગામથી આવતા દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે. તેમજ લાઈટ નહી હોવાથી મકાનોની બીજા-ત્રીજા માળે ટાંકી પાણી નહી ચડી શકતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ ફોલ્ટ સેન્ટરનો નંબર સમયસર લાગતો નહી હોવાથી લાઈટ ક્યારે આવશે તે પણ જાણી નહી શકાતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.