કેપટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણીનો આખરી મુકાબલો કેપટાઉનમાં બુધવારે શરૂ થયો છે. દક્ષિણ આફ્રિકાના કાર્યવાહક કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને બેટંગ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય ખોટો સાબિત થયો. સાઉથ આફ્રિકાની આખી ટીમ પહેલી ઈનિંગમાં 55 રને સમેટાઈ ગઈ. ભારત માટે મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી. આફ્રિકન ટીમની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીનો અનોખો અંદાજ જોવા મળ્યો.
સાઉથ આફ્રિકાના કેશવ મહારાજ જ્યારે બેટિંગ માટે ઉતર્યા તો સ્ટેડિયમમાં રહેલા ડીજેએ આદિપુરુષ ફિલ્મનું ગીત રામ સિયા રામ વગાડયું. આ જોઈને કોહલી ખુશ થઈ ગયા. તેમણે હાથ જોડયા અને ભગવાન શ્રીરામની જેમ ધનુષ્ય ચલાવવાનો ઈશારો કર્યો. તેને જોઈને સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સ ખુશ થઈ ગયા. કોહલીનો આ અંદાજ લોકોને ઘણો પસંદ આવ્યો અને તેમનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થયો છે.
આના પહેલા પણ જ્યારે કેશવ મહારાજ બેટિંગ માટે ઉતર્યા છે, ત્યારે આ ગીત વગાડવામાં આવે છે. મહારાજ જ્યારે ભારતની વિરુદ્ધ ત્રીજી અને આખરી વનડે મેચ દરમિયાન બેટિંગ માટે ઉતર્યા હતા, તો પાર્લમાં રામ સિયા રામ ગીત વગાડવામાં આવ્યું. ત્યારે કે. એલ. રાહુલે કેશવ મહારાજની મજા લીધી હતી. રાહુલે હસતા-હસતા કહ્યુ છે કે મહારાજ તમે જ્યારે પણ મેદાનમાં આવો છો, ત્યારે ડીજે રામ સિયા રામ ગીત વગાડે છે. આના પર દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એટલે કે મહારાજ તેમની વાતો પર સંમતિ વ્યક્ત કરતા જોવા મળ્યા અને પછી હસવા લાગ્યા.
Virat Kohli acting like Lord Ram on field today 🙏❤️ pic.twitter.com/7W1whSw4Yv
— ` (@musafir_tha_yr) January 3, 2024
સાઉથ આફ્રિકાની પહેલી ઈનિંગ 55 રનમાં સમેટાઈ ગઈ. પહેલી મેચમાં સાધારણ દેખાતા ભારતીય બોલરોએ આ મેચમાં કમાલનું પ્રદર્શન કર્યું. મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે બે-બે વિકેટ લીધી. સાઉથ આફ્રિકાના માત્ર બે બેટ્સમેન જ બેવડા આંકડાને સ્પર્શી શક્યા. કાઈલ વેરેને 15 રન બનાવ્યા અને ડેવિડ બેડિંગહમે 12 રનનું યોગદાન આપ્યું. તેના સિવાય કોઈપણ બેટ્સમેન બેવડાં આંકડાને સ્પર્શી શક્યો નહીં. એડેન માર્કરમ 2 રન, ડીન એલ્ગર 4 રન, ટોની ડી જોર્જી 2 રન, ટ્રિસ્ટન સ્ટબ્સ 3 રન, માર્કો યાનસેન 0 રન, કેશવ મહારાજ 3 રન, કગિસો રબાડા 5 રન, નાંદ્રે બર્ગર 4 રને આઉટ થયા હતા.