- તબીબોની સુરક્ષાને લઈને મોદી સરકારે જાહેર કર્યો આદેશ
- હિંસાની ઘટનામાં છ કલાકમાં ફરિયાદ દાખલ કરાવવી પડશે
નવી દિલ્હીઃ કોલકાતામાં ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડોક્ટરો વ્યાપક નારાજગી વ્યાપી છે. તેમજ દેશભરમાં ડોક્ટરો અને નર્સો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા ડોકટરોની માંગ છે કે, કેન્દ્ર સરકાર તમામ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ઉઠાવતા કેન્દ્ર સરકારે શુક્રવારે આદેશ જારી કર્યો છે કે, જો કોઈ ડૉક્ટર સાથે કોઈ પણ પ્રકારની હિંસા થશે તો તેના માટે મેડિકલ કોલેજ અથવા હોસ્પિટલના વડા જવાબદાર રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં ઘટનાના 6 કલાકની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે. જો આમ ન થાય તો મેડિકલ કોલેજના વડા સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, હડતાળ પર ઉતરેલા તબીબોની સૌથી મહત્વની માંગ એ હતી કે કેન્દ્ર સરકારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદો પસાર કરવો જોઈએ. તેમના કહેવા પ્રમાણે, દરરોજ ક્યાંક ને ક્યાંક ડોક્ટરો પર હુમલો કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ડોક્ટરોની માંગ હતી કે એક કાયદા દ્વારા કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ડોક્ટરોની સુરક્ષા માટે યોગ્ય કાયદો બનાવે. હડતાળ પર ઉતરેલા તબીબોએ આ માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રીને પત્ર પણ લખ્યો હતો.
કેન્દ્ર સરકારે ડોકટરોને ટેકો આપવાની અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત કરી હતી. જો કે, આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કોઈ કાયદો લાવવાની કોઈ વાત કરવામાં આવી નથી, પરંતુ આજે કેન્દ્ર સરકાર દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે, જે હેઠળ, આરોગ્ય કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની હિંસા થશે તો, મેડિકલ કોલેજના વડાએ પોલીસને તાત્કાલિક જાણ કરવી ફરજિયાત છે અને ઘટનાની એફઆઈઆર નોંધવી પણ જરૂરી રહેશે.
#DoctorsSafetyMatters, #NoViolenceAgainstDoctors, #HospitalHeadsToBeHeldAccountable, #ProtectOurDoctors, #ZeroToleranceForViolence, #MedicalProfessionalsDeserveRespect, #SafetyForDoctors, #HospitalAdministrationResponsible, #StopViolenceAgainstDoctors, #RespectMedicalProfessionals, #HealthcareMatters, #MedicalProfessionals, #DoctorsLifeMatters, #HealthcareWorkersDeserveRespect, #MedicalCommunitySupport, #HealthcareSafety