Site icon Revoi.in

દિલ્લી અને કોલકત્તામાં પણ પેટ્રોલની કિંમત રૂ.100ને પાર,36 દિવસમાં 9.81 રૂપિયા ભાવ વધ્યો

Social Share

દિલ્હી : એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે અને તે લિટર દીઠ 100.21 પર પહોંચી ગયું છે. કોલકાતામાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે.

સરકારી તેલ કંપનીઓએ બુધવાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 31-35 પૈસા અને ડીઝલના ભાવમાં 15-23 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આજના વધારા સાથે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે. આ સાથે દેશના ચાર મોટા મહાનગરોમાં પેટ્રોલની કિંમત 100નો આંકડો પાર કરી ગઈ છે. આ પહેલા મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા.

5 રાજ્યોમાં ચૂંટણી બાદ 4 મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાની શરૂઆત થઈ છે, જે આજ સુધી ચાલુ છે. 4 મેથી અત્યાર સુધીમાં, પેટ્રોલના ભાવમાં કુલ 36 વાર વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં 34 વાર વધારો થયો છે. આ વધારા સાથે હવે દેશના મોટાભાગના પેટ્રોલ પમ્પ પર ઇંધણની કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે.

અત્યાર સુધી ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. તેમાં દિલ્હી, કોલકતા, મુંબઇ, ચેન્નાઈ, રત્નાગિરી, ઓરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદરાબાદ, લેહ, બાંસવારા, ઇન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કાકીનાદા, ચિકમગલુર, શિવમોગા, પટણા અને લેહનો સમાવેશ થાય છે.