- દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા
- સંક્રમણ દર વધીને 5 ટકા પર હોચ્યો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડવાના સમાચારો વનચ્ચે હવે વધતા કેસોના સમાચાર વધી રહ્યા છે આજ શ્રેણીમાં દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતો રહ્યો છે,દિલ્હીમાં આવતા દૈનિક કેસો દેશભરના કેસોમાં વૃદ્ધી કરી રહ્યા છે.
રાજધાની દિલ્હીમાં એક દિવસમાં 1 હજાર 607 કેસ મળવાથી તંત્રની ચિંતા શરૂ થઈ ગઈ છે. અહીં સંક્રમણ દર પણ પાંચ ટકાના સ્તરને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કેસોમાં પણ વધારો થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે 8 વાગ્યા સુધીના અપડેટ ડેટાપ્રમાણે , છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 હજાર 600ને પાર નવા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જેમાં દિલ્હીના કેસનો 50 ટકા હિસ્સો જોવા મળે છે.
ઉલ્લેખની છે કે જ્યારથી રાજધાનીમાં કેસો વધી રહ્યા છે ત્યારથી કોરોનાને લઈને કડક પગલા લેવાના શરુ થયા છે.આ સાથે જ ઉત્તરપ્રદેશના લખનૌમાં પણ બહારથી આવતા લોકોનું સ્ક્રિનંગી હાથ ઘરવામાં આવ્યું છે.એજ રીતે દિલ્હી સરકારે ફરી માસ્ક ફરજિયાત કર્યું છે.