- દિલ્હીમાં 40થી વધુ ઉમંરના પોલીસ કર્મીઓની સ્વાસ્થય તપાસ થશે
- હવે આ ઉમંરના પોલીસ કર્મીઓ માટે ફરજિયાત તપાસ
દિલ્હી- દેશના લોકોની સેવામાં સત જોતરાયેલા પોલીસ સ્ટાફ પોતાની ફિટનેસને જાળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે, અને તે જરુરી છે, પોલીસ કર્મીઓનું જીવન ભાગદોળ વાળુંહોવાથી તેમનું પોતાની નોકરીમાં ફિટ રહેવું ખૂબ જરુરી બને છે,ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં પોલીસે 40 વર્ષથી વધુ ઉંમરના પોલીસકર્મીઓ માટે દર વર્ષે ફરજિયાત આરોગ્ય તપાસને જરુરી કરી છે.
આ અંતર્ગત પોલીસકર્મીઓએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરવી જરૂરી રહેશે. કોરોનાના બીજી લહેરમાં 6 હજાર113 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે. આઠ વેલનેસ સેન્ટર ખોલવામાં આવ્યા છે. 33 હજાર 225 પોલીસકર્મીઓ યોગ સાથે જોડાયેલા છે.
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ ઓપન હાઉસ શરૂ કર્યું છે. જેમાં કમિશનરો અઠવાડિયામાં શુક્રવારે બેસીને લોકોની સમસ્યા સાંભળે છે. અત્યાર સુધીમાં તેઓ 1 હજાર 190 લોકોને સીધા મળીને તેઓની મુશ્કેલીઓને સાંભળી છે.
પોલીસકર્મીઓના સારા સ્વાસ્થ્ય માટે દિલ્હી પોલીસ દ્વારા મેસ શરૂ કરવામાં આવી છે. તેની શરૂઆત દિલ્હીના ચાણક્યપુરી, સંસદ, બીકે રોડ અને કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. અન્ય પોલીસ સ્ટેશનમાં શરૂ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
આ સાથે જ દિલ્હી પોલીસ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે જે હેઠળ પોલીસકર્મીઓના બાળકોને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે, તેથી દિલ્હી પોલીસ દ્વારા શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનની સુવિધા આપવામાં આવી છે. આ સાથે પોલીસકર્મીઓના પરિવારજનો માટે અન્ય આર્થિક સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.