Site icon Revoi.in

 દિલ્હી-એનસીઆરમાં વાતાવરણમાં પલટો -ઠંડા પવન સાથે વરસાદના માવઠા પડ્યા

Social Share

દિલ્હી – ઉત્તર ભારતમાં આજરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે,આ સાથે જ આજરોજ શુક્રવાર અને આવતીકાલે શનિવારના રોજ સામાન્ય વરસાદની શક્યતાઓ પણ સેવાઈ રહી છે, તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં આજ રોજ શુક્રવારે વહેલી સવારથી  ઠંડો પવન ફુકાંઈ રહ્યો છે, સાથે સાથે હલકા વરસાદના છાપટા પણ પડ્યા હતા.

બીજી તરફ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડમાં હળવો વરસાદ થવાની પણ સંભાવનાઓ  છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ અઠવાડિયા દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં  બેથી ત્રણ વખત પશ્ચિમી ખલેલના કારણે વાતાવરણ બદલતું જોવા મળી શકે છે. જેના કારણે યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, મેદાનો અને મધ્ય પર્વતીય વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ત્યારે દિલ્હીમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે,હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજ રોજ દિવસ દરમિયાન દિલ્હીમાં ભારેથી ભારે વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના પણ છે.

આ સાથે જ પંજાબ, દિલ્હી, ચંદીગઢ. રાજસ્થાન, હરિયાણા, બિહાર, યુપી, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે વાવાઝોડાની પણ સંભાવના છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે, વિદર્ભ, છત્તીસગ,, ઓડિશા,  અને જમ્મુ-કાશ્મીરમાં પણ વાવાઝોડાને લઈને સાવચેત રહેવા જણાવ્યું છે.

સાહિન-