Site icon Revoi.in

ધોરાજીમાં ઝઘડતા જુથોને ટપારતા બે પોલીસ જવાનોને લોકોએ માર મારતા સિવિલમાં ખસેડાયા

Social Share

ધોરાજીઃ શહેરમાં રેલવે સ્ટેશન પાસે બે જૂથો ઝઘડી રહ્યા હતા. આથી કોઈએ પાલીસને જાણ કરાતા બે પોલીસ જવાનો દોડી આવ્યા હતા. અને ઝઘડતા શખસોને છૂટા પાડવાના પ્રયાસો કરતા કેટલાક લોકો પોલીસના બે જવાનો પર તૂટી પડ્યા હતા.પોલીસના બે કર્મચારીને માર મારતા કાન, હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આથી બંનેને સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ  ધોરાજીના રેલવે સ્ટેશન પાસે સ્થાનિક લોકો અને ઝુપડપટ્ટીમાં રહેતા લોકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી થતા કોઈએ પોલીસને જાણ કરી હતી. આથી ધોરાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ અજાણ્યા શખસોએ બે પોલીસ કર્મચારીને માર માર્યો હતો. આથી બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. એક પોલીસ કર્મીને કાનમાં ટાકા પણ લેવા પડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ઘોરાજીમાં રેલવે સ્ટેશન નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અને સ્થાનિક સોસાયટીના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. બન્ને ટોળાં આમને –સામને આવી ગયા હતા.દરમિયાન કોઈએ આ બનાવની પોલીસને જાણ કરાતા બે કોન્ટેબલો તાત્કાલિક આવી પહોંચ્યા હતા. અને ઝઘડી રહેલા શખસોને શાંત પાડવાના પ્રયાસો કરતા કેટલાક લોકો પોલીસના બન્ને જવાનો પર તૂટી પડ્યા હતા. બન્ને માર મારીને લોહી-લૂહાણ કરી દીધા હતા.દરમિયાન પોલીસનો વધુ કાફલો દોડી આવ્યો હતો ઈજાગ્રસ્ત બન્ને જવાનોને સારવાર માટે ધોરાજીની લિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હુમલો કરનારા શખસો વિરૂદ્ધ ગુનો નોંધીને  સ્થાનિક લોકોની પૂછપરછ પણ હાથ ધરી હતી. હુમલાખોર કોણ હતા તે અંગે તપાસ કરી શોધખોળ હાથ ધરી છે.