Site icon Revoi.in

ફ્રાંસમાં સત્તા પરિવર્તન, રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટી હારી, એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં

Social Share

ફ્રાન્સમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીનો પરાજય થયો હતો બીજી તરફ દક્ષિણ પંથી રાષ્ટ્રીય રેલી ગઠબંધનને માત્ર 143 બેઠકો મળી અને તે ત્રીજા સ્થાને રહ્યું જે બાદ ફ્રાંસમાં તોફાનો ફાટી નીકળ્યા હતા

બ્રિટનમાં સત્તા પરિવર્તન બાદ ફ્રાન્સમાં પણ લોકોએ બળવો કર્યો હતો. સોમવારે પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 577 બેઠકો પર મતદાન થયું હતું. જેમાંથી ડાબેરી ન્યુ પોપ્યુલર ફ્રન્ટ એલાયન્સને 182 સીટો મળી છે અને ઇમેન્યુઅલ મેક્રોનની રેનેસાન્સ પાર્ટી બીજા સ્થાને રહી, રેનેસાન્સ માત્ર 163 બેઠકો જીતી શકી હતી. ત્રણ મોટા પક્ષોમાંથી કોઈને બહુમતી મળી નથી. ફ્રાન્સમાં બહુમતી મેળવવા માટે 289 બેઠકો જીતવી જરૂરી છે. જો કોઈ પક્ષને બહુમતી ન મળે તો ફ્રાન્સમાં ગઠબંધન સરકાર બનશે તે નિશ્ચિત છે.

ચૂંટણી પરિણામો બાદ હિંસા ફાટી નીકળી , ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા

ડાબેરી ગઠબંધનને વધુ બેઠકો મળવાને કારણે, રાજધાની પેરિસ સહિત સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી હતી. પરિણામ આવ્યા બાદ વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસા શરૂ કરી દીધી. વીડિયોમાં દેખાવકારો આગ લગાવતા અને શેરીઓમાં પાયમાલી મચાવતા જોવા મળે છે. હિંસાને જોતા દેશભરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, વિવિધ સ્થળોએ પ્રદર્શનકારીઓની હિંસાના વીડિયો સામે આવ્યા છે. અથડામણ વચ્ચે પોલીસે ઘણી જગ્યાએ ટીયર ગેસનો ઉપયોગ કર્યો છે.

વડાપ્રધાને રાજીનામું આપ્યું

ચૂંટણી પરિણામો આવ્યા બાદ હારની જવાબદારી લેતા વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટલે રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી નવા વડાપ્રધાન નહીં બને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહેશે. ગેબ્રિયલ અટ્ટલે કહ્યું કે અમારી પાસે બહુમતી નથી તેથી હું મારું રાજીનામું પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિને સોંપીશ. તે જ સમયે પરિણામો બાદ હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણપંથી રાષ્ટ્રીય રેલીના લોકો રસ્તા પર આવી ગયા અને વિરોધ કરવા લાગ્યા. પોલીસે પેરિસમાં ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

કાર્યકાળ 2027 સુધી હતો, સંસદ ભંગ થઈ

વાસ્તવમાં, ફ્રાન્સમાં ગઠબંધન સરકાર ચાલી રહી હતી. તેમનો કાર્યકાળ 2027 માં સમાપ્ત થવાનો હતો, પરંતુ યુરોપિયન યુનિયનમાં મોટી હારને કારણે, રાષ્ટ્રપતિ મેક્રોને સંસદ ભંગ કરી દીધી. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ગઠબંધન સરકારના કારણે કેટલાક બિલ પાસ કરાવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. દર વખતે કાયદો પસાર કરવા માટે તેણે અન્ય પક્ષોનો ટેકો મેળવવો પડતો હતો. મેક્રોનની રેનેસાન્સ પાર્ટી હારી ગઈ છે, પરંતુ તેઓ હજુ પણ પદ પર રહેશે. મેક્રોને કહ્યું કે કોઈ પણ જીતે, તે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું નહીં આપે, પરંતુ નિયમો અનુસાર જો સંસદમાં પણ મેક્રોનની પાર્ટી હારે છે તો તેમના પર રાષ્ટ્રપતિ પદ છોડવાનું દબાણ થઈ શકે છે.