1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં કલેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને પોલીસ પર રોફ જમાવતો શખસ પકડાયો
ગાંધીનગરમાં કલેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને પોલીસ પર રોફ જમાવતો શખસ પકડાયો

ગાંધીનગરમાં કલેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને પોલીસ પર રોફ જમાવતો શખસ પકડાયો

0
Social Share

ગાંધીનગરઃ ઘણા લોકો પોતાના કામ કઢાવવા માટે અને રોલો પાડવા માટે પોતે સરકારના કે પીએમઓ કે સીએમઓના ઉચ્ચ અધિકારી હોવાની ફેક ઓળખાણ આપતા હોય છે. અગાઉ પણ કિરણ પટેલ સહિત ઘણા શખસો આવી ફેક ઓળખાણ આપીને રોલો પાડતા પકડાયા છે. વધુ એક શખસ ગાંધીનગર પોલીસને પોતે કલેક્ટર હોવાની ઓળખાણ આપીને રોફ જમાવતા પકડાયો છે. ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફોન કરી કલેકટર હોવાની ખોટી ઓળખ આપી પોલીસકર્મીઓ પર રોફ જમાવનાર પૂર્વ પોલીસકર્મીના પુત્ર છે. ફોન પર પોતાની કલેકટર તરીકેની ખોટી ઓળખ આપી પોલીસને ધંધે લગાડનારા શખસ સામે ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં કલેક્ટરનાં નામે ફોન આવતા તમામ કર્મચારીઓ એલર્ટ થઈ ગયા હતા. બુધવારની રાત્રે પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ) તરીકે હેડ કોન્સ્ટેબલ દીપિકાબેન કટારા તેમજ પીકેટ ડયુટી તરીકે મહિલા લોકરક્ષક કાજલબા સુરેન્દ્રસિંહ ફરજ પર હતા. એ વખતે રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં કંટ્રોલ રૂમથી હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈએ ફોન કરીને કહેલું કે, કલેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો અને મહિલા પોલીસ સ્ટેશન અને પીઆઈનો નંબર માંગ્યો હતો. એટલે તમારા ઉપર ફોન આવશે. આટલું સાંભળતા જ પીએસઓ એલર્ટ થઈ ગયા હતા. અને તુરંત મોબાઇલ ફોનની રીંગ રણકી હતી. જે રિસીવ કરતાં જ, “હુ કલેકટર ચીરાગ શેખાવત બોલુ છુ અને તમારા પોલીસ સ્ટેશનમાં સંજયસિંહ કોણ છે, શુ નોકરી કરે છે ? એટલું કહી એક મોબાઈલ નંબર વિશે પૂછયું હતું. આમ ખુદ કલેક્ટર વાત કરતાં હોવાનું માનીને પીએસઓએ નંબર ચેક કરીને પોલીસ સ્ટેશનના ડ્રાયવર સંજયસિંહનો હોવાનું અને તેઓ હેડકવાટરથી એટેચ ઉપર નોકરી કરતાં હોવાનો પ્રત્યુત્તર આપ્યો હતો.આટલું સાંભળતા કલેક્ટરની ઓળખ આપનારે કહેલ કે “એટેચ તરીકે નોકરી કરે છે અને એક કલેકટરને ફોન તેમજ મેસેજ કરી પોલીસ સ્ટેશન બોલાવે છે. ? કયાં છે તમારો ડ્રાઇવર ? તાત્કાલીક મારી સાથે વાત કરાવો ” આટલું બોલીને ફોન લાઇન ચાલુ રાખીને અન્ય વ્યક્તિ સાથે વાત કરવા લાગે છે કે “મારે એસ.પી. કે ડીવાય એસ.પી. સાથે વાત કરવાની જરુર નથી, સીધા એ.સી.એસ.હોમને વાત કરૂ છું. તેથી ડ્રાઈવર સંજયસિંહની બદલી ગાંધીનગરથી નખત્રાણા કરી દેવામાં આવે તો ખબર પડે,” આ બધું પીએસઓ પણ ફોન પર સાંભળી રહ્યા હતા. બાદમાં તમારા પી.આઇ. કોણ છે તેમનો નંબર આપો. તમારા પી.આઇ. ઉન્નતી પટેલ છે, અને તેનો નંબર મારી પાસે છે. તમે વિગતો જણાવો તે પહેલા મારી પાસે તમામ વિગતો આવી ગયેલ છે. હુ કલેકટર છુ. તમારા ડ્રાઈવર સંજયસિંહને તાત્કાલીક મારી સાથે વાત કરવાનુ જણાવો અને તમે જાણીને કહો કે હુ કલેકટર અને કલાસ વન ઓફીસર હોવા છતા તે મને ફોન તથા મેસેજ કરી કેમ પોલીસ સ્ટેશન બોલાવે છે.

ગાંધીનગરના મહિલા પોલીસ સ્ટેશનના પીએસઓને  લોકરક્ષક સાથેની વાતચીતમાં જાણવા મળ્યુ હતું કે. એકાદ મહિના પહેલા ડ્રાઈવર સંજયસિંહ અને મહિલા કોન્સ્ટેબલને પણ ફોન આવ્યો હતો. આખરે સમગ્ર મામલે પીઆઈ ઉન્નતિબેન પટેલની તપાસમાં ફેક કોલ હોવાનું સામે આવ્યું હતું. જે અંગે સેકટર – 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં એલસીબીની તપાસમાં કલેક્ટર બનીને કોલ કરનાર ઈસમ લાઈન બોય હોવાનું સામે આવ્યું હતું. કલેકટર તરીકે ખોટી ઓળખ આપીને પોલીસ પર રોફ જમાવનાર જનક પંડ્યાને પોલીસે ઝડપી પાડ્યો હતો. જનક પંડ્યાએ ભૂતકાળમાં પણ કલેકટરના નામે રોફ જમાવ્યો હોવાનું સામે આવ્યું છે. જનક પંડ્યાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જનકના પિતા પોલીસખાતામાં ફરજ બજાવતા હતા હાલ નિવૃત હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં પીઆઈ વાળાએ ઉમેર્યું હતું કે, જનક કોઈ કામ ધંધો કરતો નથી અને માનસિક રોગી જેવું તેનું વર્તન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code