1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં કરાર આધારિત કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણાં કર્યા
ગાંધીનગરમાં કરાર આધારિત કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણાં કર્યા

ગાંધીનગરમાં કરાર આધારિત કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણાં કર્યા

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ કર્મચારી મંડળો સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોય કર્મચારીઓને પણ પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી આશા જાગી છે. ત્યારે હવે સરકારમાં કરારા આધારિત, આઉટસોર્સથી નોકરી કરતા કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઘરણાં કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારની અલગ અલગ શાખામાં વર્ગ-3 અને 4ની કેડરમાં કરાર આધારીત, આઉટસોર્સિંગ કે રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમયથી પડતર માંગણીઓ સબબ કોઈ હકારાત્મક નિરાકરણ નહીં લાવવામાં આવતા રવિવારે ગુજરાત કરાર, આઉટસોર્સ અને રોજમદાર કર્મચારી મહાસંઘનાં નેજાં હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરીને ફરીવાર સરકાર પાસે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગણી કરવા આવી હતી.

રાજ્ય સરકારની અલગ અલગ શાખામાં વર્ગ-3 અને 4ની કેડરમાં કરાર આધારિત, આઉટસોર્સિંગ કે રોજમદાર તરીકે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેમાંથી અમુક કચેરીઓમાં કરાર આધારીત, રોજમદાર કે આઉટસોર્સિંગ કર્મચારીઓ એકથી બે દાયકાથી ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં સરકારી કર્મચારીઓને મળતા લાભ કરાર આધારિત કર્મચારીઓને મળતા નથી. ફિક્સ વેતન લેતા કર્મીઓની હાલત એક સાંધતા તેર તૂટે તેવી બની રહી હોવાનો આક્ષેપ કરાર આધારીત, આઉટસોર્સિંગ કે રોજમદાર કર્મચારીઓએ કર્યો છે. ઉપરાંત આઉટ સોર્સિંગ કર્મચારીઓને કોરોનામાં છુટા કરી દેવાતા તેઓની આર્થિક હાલત કફોડી બની રહી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોરોનાની મહામારીમાં કેટલાય કર્મચારીઓના મોત થયા હોવા છતાં રાજ્ય સરકાર તરફથી આર્થિક કોઇ જ સહાય કે વળતર આપવામાં આવ્યું નહી હોવાનો આક્ષેપ ગુજરાત કરાર, આઉટસોર્સિંગ, રોજમદાર કર્મચારીઓએ કર્યો છે.આથી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને નોકરીમાંથી છુટા કરેલા કર્મચારીઓને પુન: નોકરીમાં લેવા તેમજ સરકારી કર્મચારીઓ જેવા લાભો આપવાની માંગણી સાથે અગાઉ માનવ અધિકાર આયોગમાં લેખિત રજુઆત ગુજરાત કરાર આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારી મહાસંઘ દ્વારા કરાઈ હતી.ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ ને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. તેમ છતાં આજદિન સુધી પડતર માંગણીઓનું નિરાકરણ આવ્યું નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code