Site icon Revoi.in

ગાંધીનગરમાં ટાટ-ટેટના ઉમેદવારોએ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી ન કરાતા ધરણા કર્યા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાની પ્રકિયા હાથ ધરી છે, એમાં ટેટ અને ટાટ ઉતિર્ણ કોમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી કરવા માટે ગાંધીનગરમાં ધરણા કરવામાં આવ્યા હતા. ઇન્ફોરશમેશન ટેકનોલોજીના યુગમાં શાળાના બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં કોમ્પ્યુટર વિષય દાખલ કરાયો છે. પરંતુ શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકોની લાંબાં સમયથી ભરતી કરવામાં આવી નથી. જેથી ઉમેદવારો કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતીની માગ કરી રહ્યા છે.

ગાંધીનગર સચિવાલય બહાર ટેટ ટાટ પરીક્ષા પાસ કોમ્પ્યુટર વિષયના ઉમેદવારોએ સૂત્રોચારો કરી ભરતીની માંગ કરાઈ હતી. ગુજરાત રાજ્યમાં ટાટ વન અને ટુ પાસ ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે એકઠા થયા હતા. અને કોમ્પ્યુટર શિક્ષકોની કાયમી ભરતી માટે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. તેમણે સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી માંગ કરી હતી, રાજ્યમાં 6થી વધુ વર્ગ ધરાવતી 2500થી વધુ શાળાઓમાં કાયમી કોમ્પ્યુટર શિક્ષકોની નિમણૂંક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.  ઉમેદવારોની લાંબા સમયથી ચાલી આવતી આ માંગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી અને તેઓએ આ માટે હવે અલગ મહેકમની રચના કરવાની સરકાર સમક્ષ માંગણી કરી છે. તેમજ ભરતીની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાની પણ માગ કરી છે.

કોમ્પ્યુટર વિષયના ઉમેદવારોના કહેવા મુજબ સરકારી શાળાઓમાં હાલ કોમ્પ્યૂટર ધૂળ ખાતા હોય છે. આ સમસ્યાનો ઉકેલ કાયમી નિમણુકમાં છે. સરકાર દ્વારા આ મુદ્દે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.

#Gandhinagar #ComputerTeachers #TeacherRecruitment #Education #ITEducation #GovtJobs #ContractTeachers #EducationReform #GovernmentAction #TeacherDemand #PublicEducation #ComputerScience #TeacherProtest #EducationSector #RecruitmentProcess #TechInSchools