- ગાંધીનગરના સેકટર 29ના રિંગ રોડ પર બન્યો બનાવ,
- પાટનગરમાં પણ રોડના હલકા કામ સામે સવાલો ઊઠ્યા,
- બાળકોને સહીસલામત બસમાંથી ઉતારી લેવાયા
ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદમાં નવા જ બનાવેલા પુલ, અને રોડ રસ્તાઓ નબળા બાંધકામને લીધે તૂટી જવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં હવે રોડ બેસી જવાની કે ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે. ગાંધીનગર શહેરના સેક્ટર-29માં રીંગ રોડ પર નવા નક્કોર બનેલા રોડ પર એક સ્કૂલ બસનું ટાયર રોડમાં ખૂંપી ગયું હતું. સ્કૂલબસ વિદ્યાર્થીઓથી ભરેલી હતી. અને તમામ વિદ્યાર્થીઓને સલામતરીતે સ્કૂલબસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ગુજરાતની ભાજપ સરકારના વિકાસના વાયદા. વરસાદ પડતાની સાથે જ ખુલ્લી પડી રહ્યા છે, તંત્રની પોલ અમદાવાદ, સુરત કે વડોદરા જેવા શહેરોમાં ખુલ્લી પડેલી જોવા મળતી હતી. રોડ પર ભૂવા પડેલાં જોવા મળતા હતા. ત્યારે પાટનગર ગાંધીનગર સેફ ગણાતું હતું. પણ હવે ગાંધીનગરની પણ દશા બેઠી છે
ગાંધીનગરમાં આજે વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલબસના ટાયર રોડમાં ખૂપી ગયા હતા. શહેરના સેક્ટર 29 માં રીંગ રોડ પર સ્કૂલ બસના ટાયર અચાનક રોડમાં ખૂંપી ગયા હતા. ચાલતી સ્કૂલ બસનું આગળનું ટાયર ડામરને ફાડીને રસ્તામાં ખૂપી જતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. નબળા બાંધકામને લીધે ડામરનો રોડ બેસી જતા સ્કૂલ બસનું આગળનું ટાયર રોડમાં ખૂંપી ગયું હતું. જોકે સ્કૂલમાં બેઠેલા બાળકોને બસમાંથી સલામતરીતે ઉતારી લેવામાં આવ્યા હતા. નાના ભુલકાંઓને લઈને પસાર થતી બસ સાથે આ દુર્ઘટના એ લાલબત્તી સમાન કિસ્સો છે. હંમેશા મોટી દર્ઘુટના કે જાનહાનિ બાદ જ સરકાર અને તંત્ર જાગે છે.
ઉલ્લેખનીય છેકે, આ બસમાં 30થી વધારે બાળકો સવાર હતાં. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી અને બાળકોનો આબાદ બચાવ થયો છે. કેન્દ્રિય વિદ્યાલય શાળાના બાળકોને ઘરે ઉતારવા જતા સમયે ભ્રષ્ટાચારનો ડામર રસ્તા પરથી સરકી ગયો અને બસનું આગળનું ટાયર રસ્તાની અંદર ગરકાવ થઈ ગયું.