1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં રાત્રે આંધીથી ગરમીમાં થોડી રાહત, બપોરના ટાણે ગરમ પવન ફુંકાયો
ગાંધીનગરમાં રાત્રે આંધીથી ગરમીમાં થોડી રાહત, બપોરના ટાણે ગરમ પવન ફુંકાયો

ગાંધીનગરમાં રાત્રે આંધીથી ગરમીમાં થોડી રાહત, બપોરના ટાણે ગરમ પવન ફુંકાયો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે ગરમીની સાથે હવે વૈશાખી વાયરા વાઈ રહ્યા છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં પ્રતિ કલાકે વીસેક કિમીની ઝડપે ફુંકાયેલા પવનથી શહેર આંધીમાં ફેરવાયું હતું. આંધીને પગલે ટુ વ્હિલર ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી હતી. જ્યારે પવનને કારણે દિવસ અને રાત્રીના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હિટવેવની આગાહી વચ્ચે બપોરના ટાણે ફુંકાતા ગરમ પવનોથી નગરવાસીઓ પરેશાન થયા હતા.

ગુજરાતભરમાં છેલ્લા પખવાડિયાથી ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. ગાંધીનગરમાં પણ આ વખતે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. હજુપણ બપોરના ટાણે અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે રાતના સમયે ગરમીમાં રાહત મળી રહી છે. જેમાં શનિવારથી વાતાવરણમાં થોડા પલટો જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમી બાદ રાત્રે ભારે પવન ફુંકાતા લોકોએ ગરમીમાં થોડી રાહત અનુભવી હતી. સતત બે દિવસ સુધી નગરમાં પ્રતિ કલાક વીસેક કિમીની ઝડપે ફુંકાતા નગરવાસીઓ પરેશાન થઇ ગયા હતા. સતત પવનને પગલે ધુળની ડમરીઓ ઉડતા ટુ વ્હિલર ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી હતી. જોકે બપોરે ગરમ પવન ફુંકાતા લોકો ગરમીથી અકળાયા હતા. પવનને કારણે ઉડતી ધૂળની ડમરીઓને કારણે ગાંધીનગર આંધીમાં ફેરવાયું હોય તેમ લાગતું હતું. જોકે પવનને કારણે નગરના મહત્તમ તાપમાન 42 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડીગ્રી રહ્યું હતું.. જોકે સતત પવનને પગલે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 65 ટકાથી વધારે નોંધાયું છે. પરંતુ ગરમીને કારણે સાંજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22 ટકા થઇ ગયું હતું. જોકે પવનથી નગરવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code