1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 44000 જગ્યા સામે 2.35 લાખ ફોર્મ ભરાયા
ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 44000 જગ્યા સામે 2.35 લાખ ફોર્મ ભરાયા

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 44000 જગ્યા સામે 2.35 લાખ ફોર્મ ભરાયા

0
Social Share

ગાંધીનગર:  રાજ્યમાં આરટીઈ અંતર્ગત આર્થિકરીતે નબળા હોય એવા વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ખાનગી શાળાઓમાં વાલીઓએ કોઈ ફી ચુકવવી પડતી નથી, રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ ચકાસણી પણ શરૂ કરાઈ છે. ફોર્મની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ 15 એપ્રિલે પ્રવેશની ફાળવણી કરાશે.

રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે  44 હજાર જેટલી બેઠકો માટે હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 2.35 લાખ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. આમ, RTEની પ્રવેશ કાર્યવાહીમાં બેઠકો કરતાં પાંચ ગણા વધુ ફોર્મ ભરાયા છે. RTE અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરાતી હોય છે. રાજ્યમાં 2024-25ના નવા શૈક્ષણિક વર્ષ માટે વિભાગ દ્વારા RTEની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વખતે RTE અંતર્ગત 43896 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. જોકે, ગત વર્ષે રાજ્યમાં 82853 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, ચાલુ વર્ષે 38957 બેઠકોનો ઘટાડો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આરટીઈમાં પ્રવેશ માટે વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે 13 માર્ચ સુધીનો સમય અપાયો હતો, 14 માર્ચથી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં વાલીઓને ફોર્મ ભરવા માટે 13 દિવસનો સમય અપાયો હતો અને 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. 26 માર્ચના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજ્યના કુલ 2.08 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. જોકે, હજુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાતા 30 માર્ચ સુધી મુદત વધારાયા બાદ અંતે કુલ 235387 ફોર્મ ભરાયા છે. જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી કરી એપ્રુવ કે રિજેક્ટ માટેની કાર્યવાહી ગઈકાલે પૂર્ણ થઈ છે. ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા બાદ ફરી ફોર્મની જીલ્લા કક્ષાએ ચકાસણી કરાશે. આ ફોર્મની ચકાસણી બાદ 15 એપ્રિલે પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટેની કાર્યવાહી 14 માર્ચથી શરૂ કરવામાં આવી હતી, જે આગામી 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code