અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા આજે શુક્રવારે આંશિક ઘટાડો નોંધાયો હતો. આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 21225 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 8627 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે 16 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-8, સુરત શહેર -2 અને સુરત જિલ્લો-2 વડોદરા શહેર-1, અને વડોદરા જિલ્લો-1 ખેડા-1, ભાવનગર-1,નો સમાવેશ થાય છે. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ, વડોદરા બાદ સુરત આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 2,10,600 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,60,39,803 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 87,58 ટકા છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં આજે આંશિક ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 24,485 કેસ નોંધાયા હતા. આજે શુક્રવારે 21225 કેસ નોંધાતા 3260 કેસનો ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે ગુરૂવારે 9837 કેસ નોંધાયા હતા. જ્યારે આજે શુક્રવારે 8627 કેસ નોંધાતા 1210 કેસનો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે 9245 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 116843 છે. જેમાં વેન્ટીલેટર પર 172 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 116671 છે,
રાજ્યમાં કોરોનાના કેસને નિયંત્રણમાં લાવવા મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવિટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. આમ અમદાવાદ, સુરત વડોદરા સહિત આઠ મહાનગરો અને 19 નગરોમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જેમાં અમદાવાદ શહેર-8, સુરત શહેર -2 અને સુરત જિલ્લો-2 વડોદરા શહેર-1, અને વડોદરા જિલ્લો-1 ખેડા-1, ભાવનગર-1,નો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કોરોનાના આજે 21225 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 8627 કેસ, સુરત શહેરમાં 2124 કેસ, વડોદરા શહેરમાં 2432 કેસ, આણંદમાં 343 કેસ, કચ્છમાં 206 કેસ, રાજકોટ શહેરમાં 1502 કેસ, ખેડામાં 108, કેસ ભરૂચમાં 412 કેસ, અમદાવાદ જિલ્લામાં 177 કેસ, ગાંધીનગર શહેરમાં 612 કેસ, અને જિલ્લામાં 203, રાજકોટ જિલ્લામાં 252 કેસ, ભાવનગર શહેરમાં 404 કેસ અને જિલ્લામાં 36 કેસ, જામનગર શહેરમાં 330 કેસ, તેમજ સાબરકાંઠામાં 112 અને બનાસકાંઠામાં 179 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે 16નાં મોત નિપજ્યા હતા.